Apple iPhone 15 Manufacturing: ટેક દિગ્ગજ એપલ આગામી દિવસોમાં પોતાના દમદાર હેન્ડસેટ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. એપલ જે iPhones સેલ કરે છે, તે મેડ ઈન ઈન્ડિયા આઇફોન 15 ફાસ્ટ સ્પીડથી ઇમ્પૉર્ટ કરવા જઈ રહી છે. કંપનીએ ભારતમાં iPhone 15નું ઉત્પાદન શરૂ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એપલ મેડ ઈન ઈન્ડિયા ડિવાઈસ પહેલા કરતા વધુ ઝડપથી ઈમ્પોર્ટ કરશે. Apple-નિર્માતા ફૉક્સકોન તામિલનાડુ નજીક તેની શ્રીપેરંમ્બુદુર સુવિધામાં નેક્સ્ટ જનરેશન iPhone 15 નું લૉકલ પ્રૉડક્શન પહેલાં કરતાં વધુ ઝડપથી શરૂ કરવા માટે તૈયાર છે, કારણ કે કંપની 'મેક ઇન ઇન્ડિયા' ને બમણી કરવા જઇ રહી છે. 


લૉન્ચ બાદ ઉપલબ્ધ આસાન કરવાની કવાયત - 
IANS સમાચાર અનુસાર, Appleનું લક્ષ્ય આગામી મહિનાના મધ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે લૉન્ચ થતાંની સાથે જ સ્થાનિક રીતે એસેમ્બલ કરાયેલા iPhone 15નું વિતરણ કરવાનું છે, જેથી લૉન્ચ પછીની ઉપલબ્ધતાને આસાન બનાવી શકાય અને ભારતમાંથી અન્ય દેશોમાં પ્રૉડક્શનની નિકાસ કરી શકાય. સમાચાર અનુસાર, મેક ઇન ઇન્ડિયા આઇફોન 15 યૂનિટનો એક નાનો સેટ તેના વૈશ્વિક લૉન્ચના ટૂંકા સમયમાં અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે તેવી શક્યતા છે.


આ કંપનીઓ પણ છે મેદાનમાં - 
ભારતમાં અન્ય Apple પ્રૉડક્ટ સપ્લાયર્સ જેમ કે પેગાટ્રૉન અને વિસ્ટ્રૉન (ટાટા જૂથ દ્વારા હસ્તગત) પણ વહેલામાં વહેલી તકે iPhone 15 એસેમ્બલ કરવાનું શરૂ કરશે. બ્લૂમબર્ગે સૌથી પહેલા મેડ ઈન ઈન્ડિયા આઇફોન 15 સંબંધિત રિપોર્ટ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એપલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં ફૉક્સકોન ફેસિલિટી પર iPhone 14 એસેમ્બલ કરવાનું શરૂ કર્યું હતું. આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે કોઈ નવો આઇફોન તેના વૈશ્વિક લૉન્ચના થોડા અઠવાડિયા પછી જ ભારતમાં એસેમ્બલ કરવામાં આવ્યો હતો.


ભારતમાં એપલે બનાવ્યો રેકોર્ડ - 
Apple CEO ટિમ કૂકે આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે કંપનીએ iPhonesના મજબૂત વેચાણને કારણે ભારતમાં જૂન ક્વાર્ટરમાં રેકોર્ડ બનાવ્યો હતો. થોડા સમય પહેલા એપલે મુંબઈ અને દિલ્હીથી ભારતમાં તેના Apple સ્ટૉર્સ ઓપન કરવાનું શરૂ કર્યું છે. કૂકે કહ્યું કે ભારતમાં અમારા નવા સ્ટૉરનું પ્રદર્શન અમારી અપેક્ષાઓ કરતાં વધી ગયું છે