Apple iPhone 17 Series: એપલ દર વર્ષે નવી iPhone સીરીઝ લૉન્ચ કરે છે અને દર વર્ષે તે પોતાની નવી iPhone સીરીઝમાં કેટલાક ફેરફારો પણ કરે છે. હવે એપલ કંપની 2024માં iPhone 17 સીરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે. આ સીરીઝમાં પણ ઘણાબધા મોટા ફેરફારોની અપેક્ષા છે.


આઇફોન 17 માં થશે મોટો ફેરફાર 
જો કે, તેમની વચ્ચે સૌથી મોટો ફેરફાર ફ્રન્ટ કેમેરામાં હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, iPhone 17માં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 24MP ફ્રન્ટ કૅમેરા આપવામાં આવી શકે છે. જો આવું થાય છે તો iPhone યૂઝર્સ માટે આ એક મોટું અપડેટ હશે. 


તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણાબધા સમયથી iPhoneના ફ્રન્ટ કેમેરામાં કોઈ મોટું અપડેટ કરવામાં આવી નથી. iPhone 14 અને iPhone 15 સીરીઝના સ્માર્ટફોનમાં 12MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો હતો, પરંતુ હવે કદાચ યૂઝર્સની ખૂબ લાંબી રાહનો અંત આવવાનો છે.


મળશે 24MPનો ફ્રન્ટ કેમેરો 
કુઓના એક રિપોર્ટ અનુસાર, તાઇવાનની એક કંપની iPhone 17 માટે નવી લેન્સ સિસ્ટમ બનાવવા માટે તૈયાર છે. આ નવી લેન્સ સિસ્ટમ હાલની લેન્સ સિસ્ટમ કરતાં લગભગ 100 ટકા વધુ મોંઘી હશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે જો iPhone 17 સીરીઝમાં 24MP ફ્રન્ટ કેમેરા હશે, તો તે ફોનની કિંમત ચોક્કસપણે ઘણી વધારે હશે.


આ રિપોર્ટ અનુસાર, 24MP ફ્રન્ટ કેમેરાની સાથે iPhone 17માં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે પણ ઘણા ખાસ ફિચર્સ હોઈ શકે છે. જો આ ફોન સાથે લીધેલો ફોટો ક્રૉપ કરવામાં આવે તો પણ તેની ગુણવત્તા બગડે નહીં. હવે જોવાનું એ રહે છે કે એપલ કંપની તેના નવા iPhoneમાં 24MP ફ્રન્ટ કેમેરા આપે છે કે નહીં. આ સિવાય ફોનના રિયર કેમેરા સેટઅપમાં પણ ફેરફાર થઈ શકે છે. જો આ ફેરફારો થશે તો આવનારા નવા iPhoneની કિંમત પર પણ નજર રાખવી પડશે.