Women health:દરેક યુવતીઓને  હીલ પહેરવાનું પસંદ હોય છે. આનાથી ઊંચાઈ વધું દેખાય  છે અને દેખાવ પણ સારો લાગે છે. જો કે, દરેક વસ્તુ પહેરવાની એક ઉંમર અને સમય હોય છે. કેટલીક સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન હાઈ હીલ્સ પહેરે છે, પરંતુ આ વસ્તુ નુકસાનકારક છે.  સગર્ભાવસ્થા દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવતા હોવાથી હાઈ હીલ પહેરવી કેટલી સલામત છે?આવો જાણીએ નિષ્ણાતો પાસેથી...


ગર્ભાવસ્થા દરમિયાન હીલ પહેરવી જોઈએ કે નહીં?


નિષ્ણાતોના મતે, દરેક સ્ત્રીએ ગર્ભાવસ્થાની શરૂઆતથી લઈને બાળકને ફીડ અને કેરી કરવા સુધી  હીલ પહેરવાનું ટાળવું જોઈએ. તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું વજન ઘણું વધી જાય છે, તેથી આ સમયગાળા દરમિયાન હીલ પહેરવાથી સંતુલન બગડી શકે છે અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી સ્ત્રીઓમાં, ગર્ભાવસ્થા દરમિયાન પગમાં સોજો વધી જાય છે, આવી સ્થિતિમાં, હીલ્સને કારણે ચુસ્તતા અને સોજો પણ વધી શકે છે. સાથે જ લાંબા સમય સુધી હીલ પહેરવાથી પણ કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે.


ગર્ભાવસ્થા દરમિયાન હીલ પહેરવાના  ગેરફાયદા


ગર્ભાવસ્થા દરમિયાન હીલ પહેરવાથી પગમાં દુખાવો વધી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. તેથી, ગર્ભાવસ્થા દરમિયાન હીલ્સ ખૂબ કાળજીપૂર્વક પહેરવી જોઈએ. ડિલવરી બાદ પણ હિલ્સ પહેરાવાનું ટાળવું જોઇએ. કારણ કે  જ્યારે બાળક નાનું હોય છે, ત્યારે તેને તેડીને ફરવુ પડે છે. તેથી પણ પગપર પ્રેશર વધી જાય છે અને પગનું દુખાવો થઇ શકે છે. જેથી પણ હિલ્સ પહેરવાનું ટાળવું જોઇએ


ગર્ભાવસ્થા દરમિયાન કયા પ્રકારના ફૂટવેર પહેરવા જોઈએ?


તબીબના મતે મહિલાઓએ ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં સાવધાનીથી ચાલવું જોઈએ. કારણ કે આ સમય દરમિયાન થોડો આંચકો લાગવાથી અથવા પગ લપસવાથી કસુવાવડ થવાનું જોખમ રહે છે. જો કે, પ્રથમ ત્રિમાસિકમાં હીલ્સ પહેરવા પર પ્રતિબંધ નથી. ઓફિસ જતી મહિલાઓ લાઇટ  હીલ પહેરી શકે છે પરંતુ તેઓ લપસીને પડી ન જાય તે માટે પૂરી સાવધાની સાથે ચાલવું જોઈએ. સગર્ભાવસ્થાના બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં વધુ પડતા વજનને કારણે હીલ્સ પહેરવાથી સમસ્યા થઈ શકે છે, તેથી આ સમય દરમિયાન હીલ્સને બદલે આરામદાયક ફ્લેટ ચપ્પલ, સેન્ડલ અથવા શૂઝ પહેરવાનું વધુ સારું માનવામાં આવે છે. કારણ કે જો ત્રીજા ત્રિમાસિકમાં સ્લિપ થવાથી  પ્રી-મેચ્યોર ડિલિવરીનું જોખમ હોઈ શકે છે.