જો તમે પણ iPhone વાપરતા હોવ તો તમારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે Apple એ એક નવી ખામી શોધી કાઢ્યા બાદ લાખો iPhone યુઝર્સને ચેતવણી આપી છે.વાસ્તવમાં તાજેતરમાં સાયબર સુરક્ષા કંપની ઓલિગોના સંશોધકોએ Airplay ફીચરમાં એક મોટી સિક્યોરિટી ખામી શોધી કાઢી છે. જો તમે આ સુરક્ષા ખામીને નજરઅંદાજ કરશો તો હેકર્સ તમારા iPhone ને હેક કરી શકે છે. એપલે આ સુરક્ષા ખામીને દૂર કરવા માટે વ્યવસ્થા કરી છે.
એક જ Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલા એરપ્લે સક્ષમ ડિવાઇસને હેકર્સ સરળતાથી નિશાન બનાવી શકે છે. એપલના આ ફીચર મારફતે યુઝર્સ વાયરલેસ રીતે કોમ્પેટિબલ સ્ક્રીન અને સ્પીકર્સ મારફતે કન્ટેન્ટને સ્ટ્રીમ કરી શકે છે. એપલે આ સુરક્ષા ખામીને એરબોર્ન નામ આપ્યું છે.
1,2 નહીં પણ 23 ખામીઓ મળી આવી
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, એપલે સુરક્ષાની ખામીની જાણ થતાં જ યુઝર્સને એરપ્લે ફીચરનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે. આ સુરક્ષા ખામીઓ યુઝર્સના ડેટા, પ્રાઇવેસી અને સિક્યોરિટી માટે ખતરો છે. નોંધનીય છે કે સાયબર સિક્યુરિટી ફર્મે એક કે બે નહીં પરંતુ 23 સુરક્ષા ખામીઓ શોધી કાઢી છે.
હેકર્સ આ ખામીનો ફાયદો ઉઠાવી શકે છે અને તમારા આઇફોનમાં ઘૂસણખોરીનું જોખમ રહેલું છે. એકવાર હેકર તમારા આઇફોન પર નિયંત્રણ મેળવી લે, પછી તે ડેટા ચોરી, પર્સનલ પ્રાઇવેસી અને સુરક્ષા માટે ખતરો હોઇ શકે છે.
એપલની સલાહ, આ કામ કરો
એપલનું કહેવું છે કે યુઝર્સે ફોનના સેટિંગ્સમાં એરપ્લે રીસીવર વિકલ્પને ડિએક્ટિવેટ કરી દેવો જોઇએ અને ડિવાઇસ ઍક્સેસને મર્યાદિત કરવા માટે કરન્ટ યુઝર ઓનલીના વિકલ્પને પસંદ કરો. આ ઉપરાંત, એ પણ તપાસો કે જો તમને કંપની તરફથી કોઈ અપડેટ મળ્યું હોય તો તરત જ ફોન અપડેટ કરો. કોઈપણ સુરક્ષા ખામી શોધાયા પછી કંપની અપડેટ્સ રિલીઝ કરે છે, આ અપડેટને અવગણવું મોંઘુ સાબિત થઈ શકે છે.