Apple Event 2024: Apple Event 2204ની જાહેરાત કરવામાં આવી છે. આ વખતની એપલ ઇવેન્ટને તેનું ગ્લૉટાઇમ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 9 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે યોજાશે. જ્યારે આ ઈવેન્ટ યૂએસમાં થશે, ત્યારે ભારતમાં તે રાત્રે 10.30 વાગ્યા હશે. ઈવેન્ટ એપલ પાર્ક પરથી પ્રસારિત કરવામાં આવશે, જેને યૂઝર્સ એપલ વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પરથી ઓનલાઈન જોઈ શકશે.


કયા દિવસે લૉન્ચ થશે iPhone 16 
Apple Event 2024ની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે આ ઈવેન્ટને ઈટ્સ ગ્લૉટાઈમ નામ આપવામાં આવ્યું છે. આ ઈવેન્ટને ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે લાઈવ કરવામાં આવશે. આ ઈવેન્ટ યુએસના એપલ પાર્ક ખાતે પ્રસારિત કરવામાં આવશે, જેને યૂઝર્સ વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકશે.


આ વખતે Apple ઇવેન્ટમાં iPhone 16 સીરીઝના ચાર મૉડલ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લૉન્ચ કરવામાં આવશે. આ સિવાય એપલ અલ્ટ્રા વૉચની નવી સીરીઝ લૉન્ચ થઈ શકે છે.


જાણો શું છે સંભવિત સ્પેશિફિકેશન  
iPhone 16માં 6.1 ઇંચની સ્ક્રીન આપી શકાય છે. તેમજ iPhone 16 Plus સ્માર્ટફોનમાં 6.7 ઈંચની સ્ક્રીન આપવામાં આવી શકે છે. iPhone 16 સ્માર્ટફોનમાં 3561mAh બેટરી હશે, જ્યારે પ્લસમાં 4006mAh બેટરી હશે.


iPhone 16 Proમાં 6.3 ઇંચની ડિસ્પ્લે હશે. iPhone 16 Pro Maxમાં 6.9 ઇંચની સ્ક્રીન હશે. ઉપરાંત, આ બંને વેરિઅન્ટમાં 120Hz રિફ્રેશ રેટ હશે.


આઇફોન 16 પ્રૉમાં મળશે આ ફિચર્સ 
iPhone 16 Proમાં 3,577 mAhની પાવરફૂલ બેટરી હશે. iPhone 16 Pro Maxમાં 4,441 mAh બેટરી હોવાની શક્યતા છે. આ સિવાય iPhone 16માં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે ઉપલબ્ધ કરાવી શકાય છે.


વળી, iPhone 16 અને iPhone 16 Plusમાં A18 Bionic ચિપ પ્રૉસેસર આપવામાં આવે તેવી શક્યતા છે, અને iPhone 16 Pro અને Pro Maxમાં A18 Pro ચિપ પ્રૉસેસર આપવામાં આવે તેવી શક્યતા છે, iPhone 16 Pro અને 16 Pro Max માં ચાર્જિંગ. MagSafe નો ઉપયોગ કરીને 20 W વાયરલેસ ચાર્જિંગ માટે સપોર્ટ હોઈ શકે છે.