Surat Rain: રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે, ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ પણ સર્જાઇ છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બસ સેવાને અસર પહોંચી છે, પરંતુ હવે રેવલે વ્યવહાર પણ ખોરવાયો હોવાની જાણકારી સામે આવી છે. સુરતમાંથી પસાર થતી 62 ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે, જ્યારે 45થી વધુ ટ્રેનોને ડાયવર્ટ કરાઇ છે. 


હવામાન વિભાગની આગાહી છે કે, આગામી ત્રણ કલાક ગુજરાત માટે હજુ પણ સંકટ તોળાઇ રહ્યું છે. ભારે વરસાદના કારણે બસ સેવાની સાથે સાથે રેલવે સર્વિસ પણ ઠપ્પ થઇ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી રેલવેને મોટી અસર પહોંચી છે. સુરતમાંથી પસાર થતી ટ્રેનો પ્રભાવિત થઇ છે. ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. માહિતી પ્રમાણે, સુરતથી પસાર થતી 62 ટ્રેનોને ભારે વરસાદના કારણે રદ્દ કરવામા આવી છે અને 46 ટ્રેનોને ડાયવર્ટ કરાવવામાં આવી છે. ટ્રેન રદ્દ થતાં હજારો મુસાફરો અટવાયા છે. ભારે વરસાદથી વડોદરા ડિવિઝનનો રેલવે વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. 


રદ્દ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનો નીચે મુજબ છે -


દહાણુ રોડ-વડોદરા-દહાણુ સુપરફાસ્ટ ટ્રેન રદ્દ
છોટા ઉદેપુર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેન રદ્દ
પ્રતાપનગર-છોટા ઉદેપુર ડેમુ ટ્રેન રદ્દ
અલીરાજપુર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેન રદ્દ
એક્તાનગર-પ્રતાપનગર મેમુ રદ્દ
પ્રતાપનગર-એક્તાનગર મેમુ રદ્દ 
નિઝામુદ્દીન-એક્તાનગર સુપરફાસ્ટ વડોદરા સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ 
બરૌની-અમદાવાદ એક્સપ્રેસ ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ 
પૂરી-ગાંધીધામ સુપરફાસ્ટ ઉધના સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ 
અલીરાજપુર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેન ડભોઈ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ 
ભારે વરસાદથી રાજકોટ રેલવે ડિવિઝનનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત 
રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન રદ્દ
પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ્દ
જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ
દાદર- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ્દ
વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ શોર્ટ ટર્મિનેટ 
સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસને કરાઈ ડાયવર્ટ કરાઇ 
ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ ટ્રેનને ડાયવર્ટ કરાઈ 


રાજ્યના કેટલા ડેમ થયા ઓવરફ્લો?


ધોધમાર વરસેલા વરસાદથી રાજ્યના 207 પૈકી 77 જળાશયો ઓવરફ્લો  થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 61, તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતમાં છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ સંપૂર્ણ ભરાયા છે.પાણીની ભરપૂર આવકથી રાજ્યના 122 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 96 જળાશયો હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 19 ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા સાત ડેમ વોર્નિંગ પર છે.


આ પણ વાંચો


Rain: સૌરાષ્ટ્રના માથે સંકટ, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી