નવી દિલ્હીઃ સ્માર્ટફોન આપણા જીવનનો એક ભાગ બની ચૂક્યો છે, હવે સ્માર્ટફોન કંપનીઓ તેને નવા નવા રૂપરંગ અને ફિચર્સ સાથે માર્કેટમાં ઉતારી રહી છે. સેમસંગ, હ્યુવાવે અને મોટોરોલા માર્કેટમાં પોતાનો ફૉલ્ડેબલ સ્માર્ટફોન લઇને આવી ચૂકી છે, ત્યારે હવે એપલ કંપની પણ આ રસ્તે આગળ વધી રહી છે. એક રિપોર્ટનુ માનીએ તો એપલ આગામી વર્ષે પોતાનો ફૉલ્ડેબલ આઇફોન લૉન્ચ કરી શકે છે.

એપલ પોતાનો ફૉલ્ડેબલ આઇફોન લૉન્ચ કરી શકે છે આ અંગેનો એક રિપોર્ટ અંગ્રેજી વેબસાઇટ ટૉમ્સ ગાઇડ પર છાપવામાં આવ્યો છે. રિપોર્ટનુ માનીએ તો એપલ આઇફોન 12 સીરીઝ બાદ આને લૉન્ચ કરશે, આઇફોન 12 સીરીઝ અંતર્ગત ચાર ફોન લૉન્ચ થઇ શકે છે. જેને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. આ પછી કંપની આગામી વર્ષે ફૉલ્ડેબલ આઇફોનને લૉન્ચ કરશે.



ફૉલ્ડેબલ આઇફોનમાં શું હોઇ શકે છે ખાસ ફિચર્સ.....
રિપોર્ટ પ્રમાણે, એપલ પોતાના ફૉલ્ડેબલ આઇફોનને iPhone Flip નામ આપશે. આ ફોનની ડિઝાઇન Samsung Z Flip જેવી હશે, ફોન વચ્ચેથી ફૉલ્ડ થશે, આ ફોન ત્રિપલ રિયરની સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો.



ફૉલ્ડેબલ આઇફોનની કિંમત.....
માનવામાં આવી રહ્યું છે કે એપલ એક નાનો અને સસ્તો ફૉલ્ડેબલ ફોન લૉન્ચ કરે છે, તો આની કિંમત 1099 ડૉલર એટલે કે લગભગ 83 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આ ઉપરાંત કંપની આને ગેલેક્સી ફૉલ્ડ જેવા લૂક સાથે માર્કેટમાં ઉતારશે તો આની કિંમત વધારે હોઇ શકે છે.