AppleGPT: ટેક માર્કેટમાં આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે લોકો ખુબ જ ચર્ચા કરી રહ્યાં છે, દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દબદબો વધી રહ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગેની સ્પર્ધા સતત વધી રહી છે. ઓપનએઆઈના જનરેટિવ એઆઈ ચેટજીપીટી પછી મોટી કંપનીઓ પણ એઆઈની રેસમાં પાછળ રહેવા માંગતી નથી. ગૂગલ અને માઈક્રોસૉફ્ટ જેવી ટેક જાયન્ટ્સ પછી વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ કંપની એપલ હવે એઆઈને લઈને રેસમાં જોડાઈ ગઈ છે.


એપલના કર્મચારીઓ કરી રહ્યાં છે યૂઝ 
વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે iPhone અને iPad જેવા કેટલીય સારી પ્રૉડક્ટસ વેચતી ટેક કંપની Appleએ હવે ChatGPT જેવું પોતાનું જનરેટિવ AI તૈયાર કર્યું છે. અહેવાલો અનુસાર, Appleએ પહેલાથી જ ChatGPT જેવી ઇન્ટરનલ સર્વિસ ડેવલપ કરી છે, જેની મદદથી તેના કર્મચારીઓ નવા ફિચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે, ટેક્સ્ટ સારાંશ તૈયાર કરી રહ્યા છે અને અત્યાર સુધી શીખેલા ડેટાના આધારે પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે.


જુલાઇમાં પણ આવી હતી આ જ ખબર 
આ પહેલીવાર નથી જ્યારે Apple દ્વારા જનરેટિવ AI ડેવલપ કરવાના રિપોર્ટ્સ હેડલાઇન્સ બની રહ્યા છે. આ પહેલા આ વર્ષે જુલાઈમાં પણ આવા સમાચાર આવ્યા હતા. ત્યારબાદ કહેવામાં આવ્યું કે એપલ તેના AI મૉડલ પર કામ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, Appleનું આ લાર્જ લેંગ્વેજ મૉડલ અથવા LLM Ajax નામના નવા ફ્રેમવર્ક પર તૈયાર કરવામાં આવ્યું છે.


એપલો શોધી કાઢી આ રીત
હવે એપલે LLM વિશે એક રિસર્ચ પેપર ફાઈલ કર્યું છે જે તેના iPhone અને iPad પર ચાલે છે. આ સંશોધન પેપર સમજાવે છે કે મર્યાદિત DRAM ક્ષમતાવાળા ઉપકરણ પર મોટા ભાષાના મૉડેલ કેવી રીતે ચલાવી શકાય છે. ખરેખર, મર્યાદિત DRAM ક્ષમતા સાથે LLM ચલાવવું શક્ય નથી. આ માટે એપલે ફ્લેશ મેમરી પર એલએલએમ સ્ટોર કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે, જેને જરૂર પડ્યે ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકાય છે.


ટ્રેનિંગ માટે કરી શકે છે આ ડીલ 
દરમિયાન, કેટલાક અન્ય સમાચારોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એપલે તેના જનરેટિવ AIને તાલીમ આપવા માટે ઘણી મોટી સમાચાર અને સામગ્રી કંપનીઓ સાથે વાતચીત શરૂ કરી છે. આ માટે, કંપની ઘણા વર્ષો માટે કરાર કરી શકે છે અને 50 મિલિયન ડૉલરથી વધુ ચૂકવવા માટે તૈયાર છે. Apple ઇચ્છે છે કે તેની સાથે ડીલ કરતી ન્યૂઝ કંપની તેને તેના સમાચાર લેખોના આર્કાઇવની ઍક્સેસ પણ આપે.