Apple to Close Pay Later Feature: એપલ અત્યારે વિશ્વની સૌથી મોટી અને સૌથી મોંઘી ટેક કંપનીઓમાંની એક છે, તે લેટેસ્ટ ફેસિલિટી અને યૂઝર એક્સપીરિયન્સ માટે જાણીતી છે. ટેક મેન્યૂફેક્ચરિંગ કંપની સમયાંતરે યૂઝર્સ માટે નવા ફિચર્સ લાવતી રહે છે. પરંતુ કંપનીએ માત્ર એક વર્ષ પહેલા લૉન્ચ કરેલા ફિચરને હંમેશા માટે બંધ કરી દીધું છે. કંપનીએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. તમને જણાવી દઈએ કે એપલ પોતાની સર્વિસમાં સમયાંતરે ફેરફાર કરતી રહે છે.


ખરેખર, Apple તેના યૂઝર્સ માટે પે લેટર સર્વિસ હંમેશા માટે બંધ કરી રહ્યું છે. કંપનીએ પોતે આ અંગે સત્તાવાર માહિતી આપી છે. કંપનીએ કહ્યું છે કે તે પે લેટર હેઠળ નવી લૉન ઓફરિંગ સેવાને બંધ કરી રહી છે. જોકે, કંપનીના આ નિર્ણયથી જૂની લોન ઓફર પર કોઈ અસર નહીં થાય. આ સિવાય જૂના ધારકો પહેલાની જેમ તેનો ઉપયોગ કરી શકશે. Appleની આ લેટેસ્ટ સર્વિસ અમેરિકામાં ગયા વર્ષે ઓક્ટોબર 2023માં લોન્ચ કરવામાં આવી હતી.


ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા લઇ શકશો ઇન્સ્ટૉલમેન્ટ લૉન 
Apple યૂઝર્સ તેમના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા Apple Pay સાથે હપ્તાથી લોન લઈ શકે છે. 9to5Macના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, હવે એપલ યૂઝર્સ આ સર્વિસનો ઉપયોગ કરી શકશે નહીં. કંપનીએ આ સેવા બંધ કરવાની જાહેરાત કરી છે. એપલની આ લેટેસ્ટ સર્વિસ અમેરિકામાં ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવી હતી. આ સેવા સાથે એપલે યૂઝર્સને તેમની ચૂકવણી ચાર સમાન ભાગોમાં ચૂકવવાની મંજૂરી આપી હતી. આ સેવા $75-100 ની ખરીદી માટે કામ કરતી હતી. કંપનીના આ નિર્ણયથી જૂના Apple Pay લેટર પર કોઈ ફરક નહીં પડે.