Motorola Razr 50 Specifications: ભારતીય સ્માર્ટફોન યૂઝર્સ માટે મોટોરોલા એક મોટો ફોન લઇને આવી રહ્યું છે. મોટોરોલા ફરી એકવાર ફૉલ્ડેબલ ફોન લૉન્ચ કરવા જઈ રહી છે જેથી માર્કેટને કબજે કરી શકાય અને યૂઝર્સને આકર્ષિત કરી શકાય. ફૉલ્ડેબલ ફોન પસંદ કરતા યૂઝર્સ માટે સારા સમાચાર છે. 


મોટોરોલા તેના ફૉલ્ડેબલ ફોનની રેન્જ ટૂંક સમયમાં લૉન્ચ કરવા જઈ રહી છે. જેનું નામ મોટોરોલા રેઝર 50 અને મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા છે. રિપોર્ટ અનુસાર, Motorola આને 25 જૂને લૉન્ચ કરી શકે છે. મોટોરોલાના આ ફૉલ્ડેબલ ફોન AI ફિચર્સથી સજ્જ છે. જે તેમને ખાસ બનાવે છે. આ મૉડલ્સ ચીનમાં 25મીએ લૉન્ચ થઈ રહ્યા છે. ચીનના માઇક્રૉબ્લૉગિંગ પ્લેટફોર્મ Weibo અનુસાર, તેને જુલાઈ મહિનામાં વૈશ્વિક બજારમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.


Motorola Razr 50 સીરીઝની સ્પેશિફિકેશન્સ 
હાલમાં સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ લીક થયેલા સમાચાર મુજબ, તેમાં 2640*1080 પિક્સલ રિઝૉલ્યૂશન સાથે 6.9 ઇંચની OLED ડિસ્પ્લે છે. આ સાથે તમને 3.6 ઇંચનું કવર ડિસ્પ્લે પણ મળશે. જો આપણે તેના પ્રોસેસરની વાત કરીએ તો તેમાં પાવરફુલ ક્વૉલકોમ સ્નેપડ્રેગન 8sGen 3 પ્રોસેસર છે. આમાં તમને 4,000mAHની બેટરી લાઈફ પણ મળી રહી છે. કેમેરા વિશે વાત કરીએ તો, તમે ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે 50MP પ્રાથમિક સેન્સર અને 2x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MP ટેલિફોટો લેન્સ મેળવી શકો છો. સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે ફોનમાં 32MP ફ્રન્ટ-ફેસિંગ કૅમેરો મળી શકે છે.


ભારતમાં શું હશે Motorola Razr સીરીઝની કિંમત 
જો આપણે ભારતમાં મોટોરોલા રેઝર સીરીઝની કિંમત વિશે વાત કરીએ, તો તેની કિંમત સેમસંગ અને વનપ્લસના ફૉલ્ડેબલ ફોન કરતા ઓછી હોવી જોઈએ. માહિતી અનુસાર, કંપનીના અગાઉના ફૉલ્ડેબલ ફોન Razr 40ની કિંમત 89,999 રૂપિયા રાખવામાં આવી હતી. કંપની Motorola Razr 50 સીરીઝની કિંમત પણ આની આસપાસ રાખી શકે છે. લીક થયેલી માહિતી પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે Motorola Razr 50 ની કિંમત $699 હશે. જે ભારતીય રૂપિયામાં 58000 છે.