Apple Watch Series 10 Launched: એપલે પોતાના મેગા ઇવેન્ટમાં નવી વૉચ 10 સિરીઝને લોન્ચ કરી દીધી છે. આ નવી વૉચ 10 સિરીઝનું ડિઝાઇન ખૂબ જ સ્ટાઇલિશ છે જે લોકોને ખૂબ જ પસંદ આવી શકે છે. આ ઉપરાંત તેમાં કંપનીએ ઘણા નવા હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ પણ આપ્યા છે જે લોકોના ખૂબ કામ આવે છે. એપલ વૉચ 10 સિરીઝમાં કંપનીએ લાંબી બેટરી લાઇફનો દાવો કર્યો છે જે તેને બાકીની વૉચથી અલગ બનાવે છે.


ટિમ કુકે એપલ વૉચ 10 સિરીઝની જાહેરાત કરી અને જણાવ્યું કે તેમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્પ્લે અને સૌથી પાતળું ડિઝાઇન આપવામાં આવ્યું છે. સીઓઓ જેફ વિલિયમ્સે આ પ્રોડક્ટ વિશે વિસ્તારથી જણાવતા માહિતી આપી કે, સિરીઝ 10માં એપલ વૉચ અલ્ટ્રાથી પણ મોટું ડિસ્પ્લે સાઇઝ આપવામાં આવ્યું છે. મોટી સ્ક્રીન ટેક્સ્ટ વાંચવા, ન્યૂઝ અને અન્ય સોશિયલ મીડિયા નોટિફિકેશન્સ વાંચવા માટે સુવિધાજનક રહેશે. ડિસ્પ્લે અને કેસનો વાઇડર એસ્પેક્ટ રેશિયો છે.


એપલ વૉચ 10 સિરીઝ સ્પેક્સ: આ વૉચમાં પહેલી વખત વાઇડ એંગલ ઓએલઈડી (OLED) ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સિરીઝ 10નું ડિસ્પ્લે ખૂણાથી જોતાં પણ ખૂબ સરળતાથી દેખાય છે. તેનું કેસ "ટકાઉ" એલ્યુમિનિયમ મિક્સ મેટલથી બનેલું છે. તેના સ્પીકર્સ પણ શાનદાર છે. તેમાં સ્પીકર્સ દ્વારા મ્યુઝિક અને મીડિયા પણ પ્લે કરી શકાય છે. આ વૉચ સિરીઝમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. તેને માત્ર 30 મિનિટ ચાર્જ કરવાથી 80 ટકા બેટરી મળશે. તેને બ્લેક, સિલ્વર અને રોઝ ગોલ્ડમાં લોન્ચ કરવામાં આવી છે. એપલ વૉચ સિરીઝ 10 હવે નવા પોલિશ્ડ ટાઇટેનિયમ ફિનિશમાં પણ આવે છે. એપલનું કહેવું છે કે તેના કારણે ઘડિયાળ માત્ર પાતળી જ નહીં, પરંતુ હળવી પણ છે.


એપલનું વૉચ ઓએસ 10 ઘણા નવા ફીચર્સ રજૂ કરે છે, જેમાં ફોટો એપ અને એક નવી ટ્રાન્સલેટ એપ સામેલ છે. સિરીઝ 10 એપલ વૉચ નવા એસ10 ચિપ દ્વારા સંચાલિત છે, જે ચાર કોર ન્યુરલ એન્જિન સાથે આવે છે. તેને રોજિંદા ઉપયોગ માટે ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, નવું ટાઇટેનિયમ સિરીઝ 10 મોડેલ એપલની પ્રથમ 100% કાર્બન ન્યુટ્રલ એપલ વૉચ છે.


સિરીઝ 10ની અસાધારણ વિશેષતાઓમાંથી એક તેની સ્લીપ એપ્નિયાનું નિદાન કરવાની ક્ષમતા છે. સ્લીપ એપ્નિયાના 80% કિસ્સાઓનું નિદાન થઈ શકતું નથી, એપલ વૉચનો ઉદ્દેશ્ય ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં થતી ગરબડ પર નજર રાખવાનો અને આ સમસ્યાનું સમાધાન કરવાનો છે, જે સંભવિત રીતે યુઝર્સને તેમની સ્થિતિ વિશે પ્રારંભિક માહિતી પ્રદાન કરે છે.


આ પણ વાંચોઃ


સ્માર્ટફોનના ઉપયોગથી મગજના કેન્સરનું જોખમ વધે છે? WHOના નવા અહેવાલથી ખળભળાટ