નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટ પોતાની એક સર્વિસ 31 જાન્યુઆરીથી બંધ કરવા જઈ રહી છે. ત્યાર બાદ તમે માઈક્રોસોફ્ટની આ સર્વિસનો ઉપયોગ નહીં કરી શકો. થોડા દિવસ પહેલા જ માઈક્રોસોફ્ટે પોતાના વિન્ડોઝ 7 માટે પણ સપોર્ટ બંધ કરી દીધું હતું. જણાવીએ કે, માઈક્રોસોફ્ટે આ વાતની પુષ્ટિ કરી છે કે તે એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે પોતાના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ કોર્ટાનાને બંધ કરી રહી છે.

કંપનીનું કહેવું છે કે, તે એન્ડ્રોઈડ માટે પોાતની લોન્ચર એપથી તેને 31 જાન્યુઆરીના રોજ હટાવી દેશે. જોકે કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ એપ અમેરિકામાં હાલમાં કામ કરતી રહેશે. માઈક્રોસોફ્ટના સપોર્ટ પેજ ની જાણકારી અનુસાર માઈક્રોસોફ્ટ 31 જાન્યુઆરી, 2020ના રોજ ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જર્મની, મેક્સિકો, સ્પેન અને ઇંગ્લેન્ડમાં કોર્ટાના એપ માટે સપોર્ટ બંધ કરી દેશે.



કોર્ટાના ટીમનાં એન્ડ્ર્યૂ શુમૈને કહ્યું કે, “અમેરિકામાં હજુ પણ એવા યૂઝર્સ છે જે પોતાના હેડફોન ઑપરેશન્સને મેનેજ કરવા માટે કોર્ટાના એપનો ઉપયોગ કરે છે.” તેમણે કહ્યું કે જો તમારી પાસે હેડફોન્સ છે તો તમે તેને કોર્ટાના એપની સાથે યૂઝ કરી શકો છો અને હજુ પણ સપોર્ટ કરે છે. માઇક્રોસૉફ્ટે એન્ડ્રોઇડ અને iOS માટે COortana ડિસેમ્બર 2015માં લૉન્ચ કર્યું હતુ અને તેને વિન્ડોઝ 10 અને મોબાલઇ માટે ડિઝાન કરવામાં આવ્યું હતુ. કોર્ટાના માઇક્રોસૉફ્ટનું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સૉફ્ટવેર છે જે કૉમ્પ્યૂટર અને મોબાઇલમાં લોકો માટે ડિઝિટલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.