નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની આસુસે (Asus) પોતાનો ગેમિંગ સ્માર્ટફોન આસુસ રૉગ ફોન 5 (Asus ROG Phone 5)ને ગયા વર્ષે લૉન્ચ કર્યો હતો, વળી હવે કંપનીએ Asus ROG Phone 3ના ભાવ ઘટાડી (Asus Price Cuts) દીધા છે. આ ફોનની કિંમત લૉન્ચ થયા બાદ બીજીવાર ઘટાડવામાં આવી છે. આસુસના (Asus) ફોન ગેમિંગ માટે જાણીતા છે. જો તમે પણ ગેમિંગ સ્માર્ટફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે અત્યારે બેસ્ટ મોકો છે. જાણો આ ફોનની કેટલી ઘટી કિંમત ને શું છે ફિચર્સ....


આ છે નવી કિંમત.....
કંપનીએ Asus ROG Phone 3 ફોનના બન્ને વેરિએન્ટના ભાવ ઘટાડી દીધા છે. ફોનના 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમતમાં ચાર હજાર રૂપિયા ઓછી કરી દીધી છે, આ પછી આ ફોન તમને 45,999 રૂપિયાના બદલે 41,999 રૂપિયામાં મળશે. જ્યારે આના 12 GB રેમ અને 128 GB વેરિએન્ટની કિંમતમાં 10 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, આ પછી આ તમે આ ફોનને માત્ર 45,999 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. 


સ્પેશિફિકેશન્સ.....
આ ઉપરાંત પાવર માટે નવા આસુસ રૉગ ફોન 3 (ROG Phone 3) ગેમિંગ સ્માર્ટફોનમાં (Gaming Smartphone) 6000mAhની બેટરી આપવામાં આવી છે, આ સ્માર્ટફોનમાં 6.59 ઇંચની એમૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે કૉર્નિગ ગોરિલ્લા ગ્લાસ 6થી પ્રૉટેક્ટ છે. ફોટોગ્રાફી માટે આમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમ કેમેરો, 12 મેગાપિક્સલનો કેમેરો, 8 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો કેમેરો સામેલ છે. આમાં કેટલાય કલર ઓપ્શન આપવામાં આવ્યા છે.


દમદાર છે પ્રૉસેસર....
Snapdragon 865 Plus પ્રૉસેસરની વાત કરીએ તો ગેમિંગના અનુભવને બેસ્ટ બનાવવા આ ફોન બેસ્ટ છે. ગ્રાફિક્સ માટે આ ફોનમાં Adreno 650 GPU આપવામં આવ્યુ છે. જેની સ્પીડ પહેલા કરતા 10 ટકા વધુ છે, આના CPUની સ્પીડ 2.84GHzથી લઇને 3.1GHz છે, જે અત્યાર સુધીની સૌથી ફાસ્ટ સ્પીડનો દાવો છે.