Airtel Price Hike: ભારતની બીજી સૌથી મોટી ટેલિકૉમ કંપની એરટેલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ પોતાના પૉસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કરી દીધો છે. એરટેલે પોતાના કોર્પોરેટ પૉસ્ટપેડ પ્લાનની કિંમત વધારીને 299 રૂપિયા કરી દીધી છે. જોકે, આમાં કેટલાક એકસ્ટ્રા ડેટા પણ કસ્ટમર્સને મળશે. કંપનીએ પોતાની એવરેજ ઇન્કમ વધારવાના હેતુથી રિટેલ પૉસ્ટપેડ પ્લાનમાં પણ ફેરફાર કર્યા છે. કંપનીએ આ ફેંસલો એવા સમયે લીધો છે જ્યારે ટેલિકૉમ કંપનીઓને મોબાઇલ ડેટા અને કૉલિંગની મદદથી ઇનકમ વધારવામાં પરેશાની આવી રહી છે.
પૉસ્ટપેડ પ્લાન થયો મોંઘો-
એરટેલે બતાવ્યુ કે તેનો પૉસ્ટપેડ પ્લાન હવે 299 રૂપિયાથી શરૂ થશે. આમાં 30 GB ડેટા મળશે. જ્યારે આના પહેલા આમાં 10 GB ડેટા મળતો હતો. ભારતી એરટેલની મોબાઇલ સર્વિસની એવરેજ આવક નાણાંકીય વર્ષ 2021ની જાન્યુઆરી-માર્ચની પહેલી ત્રિમાસિકમાં 5.8 ટકા ઘટીને 145 કરોડ રૂપિયા હતી, જે એકવર્ષ પહેલા આ સમયમાં 154 કરોડ રૂપિયા રહી.
5G માટે કર્યુ મોટુ રોકાણ-
એરટેલ બિઝનેસના ડાયરેક્ટર અને સીઇઓ અજય ચિતકારાએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી એરટેલે 5G માટે તૈયાર અને સેફ નેટવર્ક બનાવવા માટે સ્પેક્ટ્રમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ટેકનોલૉજીમાં સારુ એવુ ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે. કંપનીએ આ ફેંસલો એવા સમયે લીધો છે જ્યારે ટેલિકૉમ કંપનીઓને મોબાઇલ ડેટા અને કૉલિંગની મદદથી ઇનકમ વધારવામાં પરેશાની આવી રહી છે.
Reliance Jioનો પણ આ પ્લાન છે મોંઘો-
દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની રિલાયન્સ જિઓના 499 રૂપિયા વાળા ડેટા પ્લાનમા યૂઝર્સને દરરોજ 1.5GB ડેટા મળે છે. આ પ્લાનમાં એક વર્ષ માટે Disney+ Hotstar VIPનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. એટલુ જ નહીં આમાં JioTV, JioNews, JioCinema, JioSecurity અને JioCloud ઉપરાંત બીજા બેનિફિટ્સ પણ મળશે. આ પ્લાન 56 દિવસ સુધી વેલિડ રહેશે.