વડોદરાઃ વડોદરાના એસઓજી પીઆઇ અજય દેસાઈની પત્નીના ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એફએસએલની ટીમે પીઆઇના ઘરમાંથી તપાસ કરતા લોહીના સેમ્પલ મળ્યા છે. શંકાસ્પદ લોહીના સેમ્પલ મળ્યા છે. આ સેમ્પલને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. એફએસએલના રિપોર્ટ બાદ ખુલાસો થશે. પીઆઇ અજય દેસાઈ પર પ્રબળ શંકા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મહત્વના પુરાવા મળ્યા છે. 


પી.આઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચર્ચાસ્પદ કેસમાં  હજુ પણ કોઈ જ સગડ મળ્યા નથી. જિલ્લા પોલીસ તપાસમાં કંઈ નહીં મળતા ગૃહ મંત્રીએ તપાસ આંચકી લીધી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એ.ટી.એસ.ને તપાસ સોંપી હતી. 


બીજી તરફ ગઈ કાલે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવાનો હતો. જોકે, અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ માટે ઇનકાર કરી દીધો હતો. તમામ તૈયારી બાદ અજય દેસાઇનો નાર્કો ટેસ્ટ કરાવા ઇન્કાર કરી દીધો હતો. આજે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અજય દેસાઇને લઇ ગાંધીનગર એફએસએલ પહોંચી હતી. આજે સાંજે અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શહેર ન છોડવા આદેશ કર્યો હતો. નાર્કો ટેસ્ટ ન કરાવવાનું કારણ અજય દેસાઇ દ્વારા જણાવાયું હતું. તેમના પત્ની 47 દિવસથી ગુમ છે. 


નોંધનીય છે કે, કરજણ પોલીસની તપાસ બાદ ડી.વાય.એસ.પી ને તપાસ સોંપાઈ હતી. અત્યાર સુધી અનેક શંકાસ્પદ ની પૂછપરછ કરાઈ છે. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ થઈ રહી છે. માનવ હાડકા મળ્યાં તે સ્થળે ફોરેન્સિક નિષ્ણાંતની ટીમે તપાસ કરી હતી. હજુ સુધી એફ.એસ.એલ એ એસ.ડી.એસ, પોલિગ્રાફ અને ડી.એન.એ ટેસ્ટ નો રિપોર્ટ આપ્યો નથી. સમગ્ર કિસ્સા મામલે પી.આઈ અજય દેસાઈ શંકા ના ઘેરામાં છે.


 


કરજણથી પી.આઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દહેજના અટાલી ગામથી મળેલા અસ્થિ યુવાન વયના માનવ શરીરના હોવાનો ઘટસ્ફોટ થયો છે. એફએસએલ રિપોર્ટમાં અસ્થિ માનવ શરીરના હોવાનુ ખુલ્યું છે. દહેજના અટાલી ગામેથી મળેલા હાડકાં 35 થી 40 વર્ષની વ્યક્તિના હોવાનું પણ સપાટી પર આવ્યું છે. સ્વીટી પટેલની હત્યા થઈ હોવાની આશંકા છે. ડીએનએ ટેસ્ટ માટે સ્વીટી પટેલના ભાઈ અને પુત્ર લાડના સેમ્પલ લેવામા આવ્યા છે. 


અગાઉ તપાસ અધિકારીએ પી.આઈ દેસાઈને કરજણ કોર્ટમાં હાજર કર્યા હતા. પી.આઈ અજય દેસાઈના પોલિગ્રાફ - નાર્કો ટેસ્ટ માટે પોલીસને કોર્ટે મંજૂરી આપી હતી. પી.આઈ દેસાઈનો 4 વાર સસ્પેક્ટ ડિટેક્સન સિસ્ટમ ટેસ્ટ કરાયો હતો. દહેજથી 12 કિલોમીટર દૂર અટાલી ગામની સીમમાંથી બળેલા અસ્થિ મળ્યા હતા. અસ્થિનું સુરત સિવિલ હોસ્પિટલમાં એફ.એસ.એલ દ્વારા પી.એમ થશે. એફ.એસ.એલ.ના અહેવાલ બાદ પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે. 45 દિવસથી ગુમ સ્વીટી પટેલ ન મળતા પી.આઈ શંકાના ઘેરામાં છે. કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં.