બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા (Battlegrounds Mobile India) ગેનની પોપ્યુલારિટી ખૂબ જ ઝડપથી વધી રહી છે. ગેમ ભારતમાં બે જુલાઈના રોજ સત્તાવાર લોન્ચ કરવામાં આવી હતી અને એક સપ્તાહની અંદર જ PUBG મોબાઈલના ઇન્ડિયન વર્ઝને ડાઉનલોડિંગના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સાત દિવસમાં આ આ ગેમ એક કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમ ધૂમ મચાવી રહી છે. જો તમે આ ગેબ હજુ સુધી ડાઉનલોડ નથી કરી તો જાણો કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે.


આ રીતે ડાઉનલોડ કરો PUBGનું ઇન્ડિયન વર્ઝન


બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાને ડાઉનલૉડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.pubg.imobile 


હવે ગૂગલ પ્લે સ્ટૉ પર Battlegrounds Mobile India લખીને સર્ચ કરી શકો છો. આ પછી તમને આને ઇન્સ્ટૉલ કરવાનો ઓપ્શન મળશે. આના પર ક્લિક કરી ગેમને ડાઉનલૉડ કરી લો.


પ્લે સ્ટૉર પર કેટલીય ફેક એપ્સ પણ અવેલેબલ છે. Battlegrounds Mobile Indiaને ઓળખવા માટે સૌથી આસાન રીત એ છે કે જ્યારે ગેમ સર્ચ કરો ત્યારે તેના ડેવલપર કંપનીનુ નામ જુઓ. જો તેમાં KRAFTON.INC લખેલુ દેખાય છે, ત્યારે જ ગેમને ડાઉનલૉડ કરો.


આ વાતોનુ રાખો ધ્યાન


આ ગેમને ડાઉનલૉડ કરવા માટે તમારો ફોન એન્ડ્રોઇડ 5.1.1 કે તેનાથી ઉપરના એન્ડ્રોઇડ વર્ઝન વાળો હોવો જોઇએ.


ફોનમાં કમ સે કમ 2જીબી રેમ સામેલ હોવી જોઇએ.


આ ગેમનો લૉન્ચ થયાને એક દિવસ થયો છે, અને બતાવવામાં આવી રહ્યું છે કે ગેમને અધિકારિક લૉન્ચ થયાના ગણતરીના કલાકોમાં આ ગેમ 10 મિલીયનથી વધુ ડાઉનલૉડ થઇ ગઇ હતી. આ ગેમમાં યૂઝર્સને ફ્રી રિવૉર્ડ્સ પણ આપવામાં આવી રહ્યાં છે, જેના કારણે પ્લેયર્સને વધુ પસંદ આવી રહી છે.


ગેમ રમવા માટે આ હશે શરતો


Battlegrounds Mobile India ગેમને OTP દ્વારા જ લૉગ-ઇન કરી શકાશે.


OTP વેરિફાઇ કર્યા બાદ જ ગેમ જ રમી શકાશે.


પ્લેયર્સ વેરિફાઇ કૉડને ત્રણ વાર નાંખી શકશો, આ પછી આ ઇનવેલિડ થઇ જશે.


એક વેરિફિકેશન કૉડ ફક્ત પાંચ મિનીટ સુધી જ વેલિડ રહેશે. આ પછી આ એક્સપાયર થઇ જશે.


લૉગ-ઇન માટે પ્લેયર્સ ફક્ત 10 વાર OTP રિક્વેસ્ટ કરી શકશે. આનાથી વધુ કરવા પર 24 કલાક માટે રિક્વેસ્ટ બેન થઇ જશે.