Continues below advertisement

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની એન્ટ્રી સાથે સાથે, હેકર્સ વધુ એડવાન્સ બન્યા છે અને લોકોને ફસાવવા માટે નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. એક નવી પદ્ધતિમાં AI ડીપફેક વીડિયોનો ઉપયોગ કરીને વ્યક્તિને અપહરણ કરાયેલ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવે છે અને તેની મુક્તિ માટે તેના પરિવારના સભ્યો પાસેથી ખંડણી માંગવામાં આવે છે. યુએસ એફબીઆઈએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. ચાલો જોઈએ કે સાયબર ગુનેગારો આ કૌભાંડ કેવી રીતે કરી રહ્યા છે અને તેને કેવી રીતે અટકાવી શકાય.

કેવી રીતે કામ કરે છે આ સ્કેમ

Continues below advertisement

એફબીઆઈ ચેતવણીમાં જણાવાયું છે કે, સાયબર ગુનેગારો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર જોવા મળતા ફોટા અને વીડિયોનો ઉપયોગ કરી રહ્યા છે. જનરેટિવ ટૂલ્સનો ઉપયોગ કરીને, તેઓ આ ફોટા અને વીડિયોમાંથી એક વીડિયો બનાવે છે જે વાસ્તવિક લાગે છે. આ વીડિયોઓ પછી પીડિતના પરિવારને મોકલવામાં આવે છે અને પછી ખંડણીની માંગણી કરવામાં આવે છે. ઉતાવળમાં, ઘણા લોકો આ વીડિયોની ચકાસણી કરવામાં નિષ્ફળ જાય છે અને સ્કેમર્સના શિકાર બને છે.

સ્કેમર્સ લોકોને ડરાવવા માટે આ યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે

પોતાના ટાર્ગેટને ઓળખ્યા પછી, સ્કેમર્સ ડીપફેક વીડિયો બનાવવા માટે AI ટૂલ્સનો ઉપયોગ કરે છે. આ વીડિયો અપહરણના પુરાવા તરીકે પીડિતના પરિવારને મોકલવામાં આવે છે. આ વીડિયો એટલા કાળજીપૂર્વક બનાવવામાં આવ્યા છે કે તે અસલી છે કે નકલી તે ઓળખવું મુશ્કેલ છે. તેઓ આ વીડિયો સાથે ટાઇમ્ડ મેસેજિંગ ફીચરનો પણ ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો ટાઇમર બંધ થવાના ડરને કારણે વીડિયો અસલી છે કે નકલી તે નક્કી કરી શકતા નથી.

આવી ધમકીઓથી કેવી રીતે બચવું?

આવા કિસ્સાઓમાં, સ્કેમર્સ ઓનલાઈન લોકોના ફોટા અને વીડિયો એકત્રિત કરે છે. તેથી, તમારા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સાવધાની સાથે શેર કરો.

જો તમને આવો વીડિયો કે કોલ મળે, તો પહેલા વીડિયોમાં બતાવેલ અપહરણનો ભોગ બનેલ વ્યક્તિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરો.

સ્કેમર્સ તરફથી કોલ આવે ત્યારે ગભરાશો નહીં કે પૈસા ટ્રાન્સફર કરવામાં ઉતાવળ કરશો નહીં. તમારો સમય લો, કાળજીપૂર્વક વિચારો અને જો તમને ધમકી લાગે તો સાયબર ક્રાઇમ બ્રાટની મદદ લો