Best Air Cooler Under 5,000: શાનદાર ડિઝાઈન અને કૂલિંગમાં બેસ્ટ, 5 હજારથી ઓછી કિંમતમાં મળશે આ કૂલર 

5000 રુપિયાની કિંમતના રુમ કૂલર એ લોકો માટે એકદમ બજેટમાં અનુકુળ વિકલ્પ છે જેઓ એર કન્ડીશનર પર વધુ પડતો ખર્ચ કરવા નથી માંગતા.

Continues below advertisement

Air Cooler Under 5,000 Price List: કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે પોતાના ઘર અને ઓફિસને ઠંડા રાખવાની જરુરીયાત વધી ગઈ છે. પરંતુ ઘણી વખત વધારે પડતું બજેટ ન હોવાના કારણે લોકો યોગ્ય પ્રોડક્ટ ખરીદી શકતા નથી. 5000 રુપિયાની કિંમતના રુમ કૂલર એ લોકો માટે એકદમ બજેટમાં અનુકુળ વિકલ્પ છે જેઓ એર કન્ડીશનર પર વધુ પડતો ખર્ચ કરવા નથી માંગતા. ગરમીમાં કૂલર ખરીદવું ખૂબ જ જરુરી બની જાય છે. એવામાં અમે તમને 5000 રુપિયાની કિંમતવાળા રુમ કૂલર વિશે જણાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. 

Continues below advertisement

Bajaj PX25 Torque Air Cooler 24 Litre

બજાજ પીએક્સ 25 ટોર્ક પોર્ટેબલ એર કૂલર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ કૂલર પોતાના એન્ટી બેકટીરિયલ ફિલ્ટર અને ટર્બો ફેન ટેકનિકના કારણે જાણીતુ છે. 24 લીટર કેપેસિટી સાથે આ કૂલર તમારા ઘરમાં ક્યાંય પણ ફિટ થઈ શકે છે. તેની કોમ્પૈક્ટ ડિઝાઈન અને વ્હીલ આગળ-પાછળ થઈ શકે છે. તેને એક જગ્યા પરથી બીજી જગ્યાએ લઈ જવુ સરળ છે. ઓનલાઈન તેની કિંમત 4,649 રુપિયા છે. 

Best Air Cooler Under 5,000: दमदार डिजाइन और कूलिंग में बेस्ट, 5 हजार रुपये से भी कम में मिल जाएंगे ये कूलर

Hindware Smart Appliances Cruzo 25L

આ 25L પોર્ટેબલ એર કૂલર  ઉનાળામાં તમારો સાથી બની શકે છે. તે વધુ વીજળીનો બગાડ પણ થવા દેતું નથી. તેમજ તે ઘરમાં ગમે ત્યાં ફિટ થઈ શકે છે. તેની ઓનલાઈન કિંમત 4,490 રૂપિયા છે.

Havells Fresco-i 32L Personal Air Cooler for Home

હેવેલ્સ ફ્રેસ્કો - i32 પોર્ટેબલ એર કૂલર તમને ઉનાળામાં ઠંડીનો અહેસાસ  અપાવે છે. તેનો દેખાવ ખૂબ જ સ્ટાઇલિશ છે અને તે 32 લિટરની ક્ષમતા સાથે આવે છે. ખાસ વાત એ છે કે આ તમારા ઘર અને ઓફિસ બંને માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ કૂલર તમને 4,998 રૂપિયામાં ઓનલાઈન મળશે.

 

Crompton Ginie Neo Table-Top Personal Air Cooler- 10L

ક્રોમ્પટન ગિની નિયો એર કૂલર એક કોમ્પેક્ટ પાવર હાઉસ છે. આ ખાસ રીતે ઘર માટે બનાવવામાં આવ્યું છે. આ કુલર મોટર ઓવરલોડ પ્રોટેક્ટર અને માત્ર 130 વોટના ઓછા પાવર વપરાશ સાથે આવે છે. તેની ઓનલાઈન કિંમત 3,730 રૂપિયા છે.

Ekvira High Speed Fan

એકવીરા ટેબલ ટોપ બ્લેડલેસ પોર્ટેબલ કુલર ફેન  વ્હાઇટ પ્રીમિયમ પ્લાસ્ટિકમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ ઘર અને ઓફિસ બંને જગ્યાએ ઉપયોગી થશે. તેની ઓનલાઈન કિંમત માત્ર 2,099 રૂપિયા છે. 

 

Continues below advertisement
Sponsored Links by Taboola