Jioનો 129 રૂપિયાવાળો પ્લાન
જિઓના સૌથી સસ્તા પ્લાનમાં સામેલ છે. કંપનીની વેબસાઈટ પર તેને Affordable Packsની કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો છે. 129 રૂપિયાવાળા આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. તેની સાથે જ 300 એસએમએસ અને જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન ઓછા ડેટાનો ઉપયોગ કરનારા માટે બેસ્ટ છે.
Vodafone-Ideaનો 129 રૂપિયાવાળો પ્લાન
તમને વોડાફોન આઈડિયામાં પણ 129 રૂપિયાવાળો પ્લાન મળી જશે. જોકે આ પ્લાનમાં તમને 24 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 300 એસએમએસ અને 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં તમે કોઈપણ પ્રકારનું સબ્સક્રિપ્શન નહીં મળે.
Airtelનો 129 રૂપિયાવાળો પ્લાન
એરટેલના આ પ્લાનમાં તમને 24 દિવસની વેલિડિટી મળી રહી છે. તેમાં તમને 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસની સુવિધા મળે છે. તને આ પ્લાનમાં Amazon Primeનું ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સટ્રીમનું સબ્સક્રિપ્શન અને વિંક મ્યૂઝિકની સુવિધા મળે છે.