આઇપીએલનો પ્રારંભ એપ્રિલ મહિનામાં થવાનો છે. હજુ એક મહિનાથી વધુનો સમય છે. ગત વર્ષે કોરોનાના લીધે આ ટુર્નામેન્ટ યુએઇમાં યોજવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં છેલ્લા ઘણા સમયથી ઉછાળો નોંધાયો છે અને ગુરુવારે ૮ હજાર કેસ નોંધાયા હતા. જેમાં મુંબઈ શહેરમાં એક જ દિવસમાં ૧ હજાર ૧૦૦ કેસ નોંધાયા હતા.
ચાલુ વર્ષે આઈપીએલનું આયોજન એપ્રિલ-મે મહિનામાં થવાનું છે. બીસીસીઆઆઈ આઈપીએલ 14ના આયોજન માટે ચારથી પાંચ સ્થાનો પર વિચારણા કરી રહી છે. આ પહેલા વાનખેડા, બ્રેબોર્ન, ડીવાય પાટિલ અને રિલાયન્સ સ્ટેડિયમ હોવાના કારણે ત્યાં બાયો બબલ બનાવીને ટુર્નામેન્ટના આયોજનની અટકળો લગાવાતી હતી.
પરંતુ કરોરોના વાયરસના વધતા મામલાથી મુંબઈમાં આઈપીએલ યોજવાની સંભાવના ખતમ કરી દીધી છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, આઈપીએલ શરૂ થવામાં હજુ એક મહિનાનો સમય બાકી છે પરંતુ નિશ્ચિત રીતે કેટલાક નિર્ણયો લેવાના છે. મુંબઈમાં કેસ વધી રહ્યા હોવાથી આયોજન કરવું જોખમ ભર્યુ હશે.
BCCI પાસે આયોજન માટે ઘણા વિકલ્પ છે અને તે પ્રમાણે હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરોમાં યોજાઈ શકે છે. આ ઉપરાંત ફાઇનલ અમદાવાદમાં રમાવાની સંભાવના છે.