Fraud Apps Alert: આજકાલ સાઇબર ક્રાઇમના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. બેન્કના અકાઉન્ટને બોગસ બેન્ક એપથી પણ ખાલી કરી શકાય છે


 આજકાલ મોટાભાગના લોકો બેન્ક સાથે જોડાયેલા કામકાજ માટે ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં સાઇબર ક્રિમિનલ પણ તેનો ફાયદો ઉઠાવે છે અને લોકોને આ છેતરપિંડીનો ભોગ બને છે. બોગસ બેન્ક એપ્સથી પણ બેન્ક અકાઉન્ટ સાથે છેતરપિંડી કરી શકાય છે.


ફ્રોડ બેન્કિંગ એપ ઓફિશ્યલ બેન્ક એપ જેવી જ દેખાય છે. તેમાં માલેવેયર મોજૂદ હોય છે. તેનો મકસદ સંવેદશીલ ડેટા અથવા બેન્કિંગ ક્રેડિશયલ્સની ચોરી કરવાનો હોય છે. જે સામાન્ય રીતે ફ્રીવિયરની રીતે ઓનલાઇન ઉપલબ્ધ  થઇ શકે છે. સાઇબર અપરાધી એપ્સ એવી જ એપ્સ તૈયાર કરે છે.જેને જોતા તે બેન્કની ઓફિશ્યલ એપ દેખાય. ડુપ્લિકેટ એપ બનાવીને તેમાં મોબાઇલ માલવિયર નાખી દે છે. તેમાં સાઇબર અપરાધી અસલી એપવાળી સમાન ઇમેજ, આઇકનનો ઉપયોગ કરે છે.જેમાં પબ્લિશરનું નામ પણ સમાન  જ દેખાય છે.  


ફ્રોડ એપ્સને કેવી રીતે ઓળખશો



  • ફ્રોડ એપથી આપના ફોનની બેટરી ખૂબ જ ઝડપથી ડાઉન થઇ જશે. જેથી વારંવાર બેટરી ઉતરી જતી માલવેયર અથવા વાયરસની નિશાની હોઇ શકે છે.

  • સમયાંતરે આપનું ફોન બિલ ચેક કરો અને શંકાસ્પદ ચીજો પર વોચ રાખો. જો શંકાસ્પદ કંઇ લખાણ દેખાય તો નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.

  • કોઇ ખોટા સ્પેલિંગ માટે એપના ડાઉનલોડ પેઝને ચેક કરો. જે ફર્જી એપ્સની ઓળખ હોઇ શકે છે.


ફ્રોડ એપ્સ દ્રારા શું નુકસાન થઇ શકે?


ફ્રોડ એપનું માલવિયર ન માત્ર જાણકારીની ચોરી કરે છે પરંતુ તે મોબાઇલનો પુરો કન્ટ્રોલ લઇ શકે છે,. જો યુઝર્સ આ એપને એક્સસ કરે તો તેને અકાઉન્ટની જાણકારી મળી જાય છે. તેનાથી ફ્રોડની શક્યતા વધી જાય છે.



  • પાસવર્ડ સર્ટીફિકેટ ચોરી શકે છે.

  • ઇમેર સ્ક્રિન શોર્ટ ચોરી શકે છે

  • યુઝર તરફથી તે ટ્રાજેકશન અથવા અન્ય નાણાકિય ફ્રોડ કરી શકે છે.

  • એસએમએસ, ફોરવર્ડ, કોલ બ્લોક, અલગ-અલગ એપ્લીકેશનને મેસેજ, બેટરી લાઇફ પણ ઘટાડી શકે છે.