Elon Musk News: અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કની અલગ થઇ ચૂકેલી ટ્રાન્સજેન્ડર દીકરી વિવિયન જેન્ના વિલ્સને તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે ફરી એલન મસ્ક પર સીધો એટેક કર્યો છે. અગાઉ તેણે આરોપ લગાવ્યો હતો કે વિવિયનની હત્યા 'વૉક માઇન્ડ વાયરસ'થી થઈ છે. જેન્ના વિલ્સને કહ્યું કે 53 વર્ષીય એલન મસ્ક જૂઠું બોલવાનું બંધ કરી રહ્યાં નથી અને હંમેશા કાલ્પનિક દુનિયામાં જીવી રહે છે.
જેન્ના વિલ્સને તે પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે જેમાં એલન મસ્કે લખ્યું હતું કે તમામ 5 બાળકો ખૂબ ખુશ છે. આ પોસ્ટના જવાબમાં વિવિયન મેટાના થ્રેડ્સ પર લખ્યું, "એલન મસ્ક હંમેશા તેની પોતાની ભ્રામક કાલ્પનિક દુનિયામાં જીવતા રહે છે. તે હંમેશા મારા વિશે ખોટું બોલે છે અને પોતાને એક સંભાળ રાખનારા પિતા તરીકે રજૂ કરે છે, ખરેખરમાં એવું નથી.
વિવિયન જેના વિલ્સને પિતા પર લગાવ્યા આરોપ
હકીકતમાં, તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન, એલન મસ્કએ કહ્યું હતું કે જેન્ડર બદલવાની સર્જરી તેના પુત્રના 'મોત'નું કારણ બની હતી. આ પછી ટ્રાન્સજેન્ડર પુત્રી વિવિયન જેન્ના વિલ્સને તેના પિતાને ક્રૂર અને નિર્દય ગણાવ્યા હતા.
મસ્કે કહી હતી આ વાત
તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂ દરમિયાન, એલન મસ્કે જણાવ્યું હતું કે વૉક માઈન્ડ વાયરસે (Woke Mind Virus) તેમના પુત્ર ઝેવિયરને (Xaviar) કાલ્પનિક રીતે મારી નાખ્યો છે. એલન મસ્કે અહીં જેન્ડર બદલવાની સર્જરી વિરૂદ્ધમાં વૉક માઇન્ડ વાયરસનો ઉપયોગ કર્યો હતો.
ટ્રાન્સજેન્ડર સર્જરી પછી ઝેવિયરે તેનું નામ બદલીને વિવિયન જેન્ના વિલ્સન રાખ્યું અને તેના પિતાની અટક કાઢી નાખી અને તેની માતાની અટક લીધી. ફોક્સ ન્યૂઝ અનુસાર, વિલ્સનની માતા જસ્ટિન વિલ્સન છે, જે કેનેડિયન લેખક છે. જસ્ટિને 2008માં મસ્ક સાથે છૂટાછેડા લીધા હતા.