Google Pixel 7 Series LIVE streaming: Google પોતાના Pixel 7, Pixel 7 Pro અને Pixel Watchને આજે 'મેડ બાય ગૂગલ' ઇવેન્ટમાં લૉન્ચ કરવા જઇ રહી છે. આ Google ઇવેન્ટ Google પિક્સલ વૉચ સહિત અન્ય પ્રૉડક્ટ્સને લૉન્ચ કરશે. આની સાથે જ ભારતમાં ગૂગલની આ પ્રૉડ્ક્ટસ માટે પ્રી-ઓર્ડર શરૂ થઇ જશે. ફ્લિપકાર્ટ પર આજે રાત્રે 10 વાગ્યાથી ગૂગલની મેડ બાય ગૂગલ ઇવેન્ટ લૉન્ચ ઇવેન્ટમાં લૉન્ચ થનારી તમામ પ્રૉડ્ક્ટ્સ માટે પ્રી-બુકિંગ કરવામાં આવી શકે છે. 


Google, Google Pixel 6 અને Pixel 6 Pro બાદ Google Pixel 7 અને Pixel 7 Proને માર્કેટમાં ઉતારી રહ્યું છે. 


Googleની 'Made By Google' ઇવેન્ટની લાઇવસ્ટ્રીમ કઇ રીતે જોશો.....  
Google આજે રાત્રે ભારતીય સમયાનુસાર 7:30 IST થી 'મેડ બાય ગૂગલ' ઇવેન્ટ શરૂ થશે. ન્યૂયોર્ક શહેરમાં થનારી આ ઇવેન્ટમાં ભારતમાં ગૂગલની યુટ્યૂબ ચેનલ પરથી સીધુ પ્રસારણ કરવામાં આવશે. આ ઇવેન્ટ રાત્રે 9 વાગ્યા સુધી ચાલી શકે છે. આ સિવાય કંપની સોશિયલ મીડિયા દ્વારા ઘટનાઓની વિગતો પણ શેર કરશે.


મેડ બાય ગૂગલ ઇવેન્ટમાં આ પ્રૉડ્ક્ટસ થશે લૉન્ચ.... 
કંપનીએ આ ઇવેન્ટમાં રજૂ થનારી પ્રોડક્ટ્સ વિશે માહિતી શેર કરી છે. ઇવેન્ટ દરમિયાન Google Pixel 7, Pixel 7 Pro અને Google Pixel Watch લોન્ચ કરવામાં આવશે. આ સિવાય કંપની નેસ્ટ સ્માર્ટ હોમ પોર્ટફોલિયો પણ વધારી શકે છે. કંપની Google Pixel 7 અને Pixel 7 Pro ને પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવી રહી છે. આના પ્રી-બુકિંગ પર ઘણી ઑફર્સ પણ આપવામાં આવી રહી છે. તેના સંભવિત સ્પેસિફિકેશન્સ પણ લીક થયા છે.


Google Pixel 7, Pixel 7 Pro ના સંભવિત સ્પેસિફિકેશન્સ  - 
Google Pixel 7 અને Pixel 7 Pro વિશે તાજેતરમાં એક રિપોર્ટ લીક થયો હતો. જેમાં તેની સ્પેસિફિકેશન્સ વિશે માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, Pixel 7 Proમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચની LTPO સ્ક્રીન આપવામાં આવી શકે છે.


જ્યારે Google Pixel 7 માં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.3-ઇંચની સ્ક્રીન આપવામાં આવી શકે છે. આ ફોન વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરી શકે છે.


Google Pixel 7 માં 8GB સુધી RAM નો વિકલ્પ આપવામાં આવી શકે છે જ્યારે Pro વર્ઝન 12GB સુધીના રેમ ઓપ્શન સાથે આવી શકે છે. Pixel 7માં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવી શકે છે. તેની સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ આપી શકાય છે. જ્યારે પ્રો વર્ઝનમાં આ ઉપરાંત 48 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ પણ આપવામાં આવી શકે છે.