Cyber Crime: ભારતમાં સતત સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, તાજેતરમાં જ ચેક પૉઈન્ટ રિસર્ચનો એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં બતાવવામાં આવ્યુ છે કે, 2023ના પહેલા ક્વાર્ટરમાં ભારતમાં અઠવાડિક સાયબર ક્રાઈમમાં 18%નો વધારો થયો છે. સાયબર ક્રીમિનલ્સ અથવા ઠગ લોકોને જુદીજુદી રીતે નિશાન બનાવી રહ્યાં છે. હાલમાં જ એક કિસ્સો મુંબઇમાંથી સામે આવ્યો હતો જ્યાં સ્કેમરે એક સ્કૂલ ટીચરને EPFOની કર્મચારી કહીને 80,000ની છેતરપિંડી કરી હતી.


પૈસાની છેતરપિંડીની રીત એકદમ પ્રૉફેશનલી - 
ખરેખરમાં, નવી મુંબઈના સીવુડ્સમાં રહેતી એક મહિલા પોતાના કેટલાક પર્સનલ કામ માટે EPFO ​​કર્મચારીનો નંબર ઓનલાઈન શોધી રહી હતી. આ દરમિયાન તેનો એક વ્યક્તિ સાથે સંપર્ક થયો જેને મહિલાને કહ્યું કે તે EPFOનો કર્મચારી છે અને તેના મોબાઇલ પર એક એપ્લિકેશન ડાઉનલૉડ કરવાનું કહે છે. મહિલાએ ફોનમાં આ એપ AirDroid ડાઉનલૉડ કરી અને વ્યક્તિની રિક્વેસ્ટ પર તેની તમામ પર્સનલ ડિટેલ્સ જેવી કે બેંક ડિટેલ્સ, M-PIN વગેરે આ એપમાં મુ . ખરેખરમાં મહિલાએ જે એપમાં પોતાનો ડેટા ફીડ કર્યો તે એક સ્પાયવેર એપ હતી જે સ્કેમરને તમામ ડિટેલ્સ અને ડેટા મોકલી રહી હતી. આ એપ મોબાઈલમાં આવતાની સાથે જ શિક્ષકનો ફોન રિમૉટ કંટ્રોલ ડિવાઈસ બની ગયો હતો અને સ્કેમરે મહિલાના ખાતામાંથી ડેટાની મદદથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને 80 હજાર રૂપિયાની ઠગી લીધા હતા. 


જ્યારે મહિલાને ખબર પડી કે તે ખુદ એક મોટા કૌભાંડનો શિકાર બની ગઇ છે, તો તેને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં કૌભાંડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી.


તમે ના કરો આ ભૂલો - 
સમયની સાથે સાયબર ક્રિમીનલ્સ પણ એડવાન્સ બની ગયા છે, અને તેઓ કૌભાંડ માટે એવી એવી પદ્ધતિ અપનાવી રહ્યા છે જે એકદમ પ્રૉફેશનલ કે સાચી લાગે છે. આ કારણોસર શિક્ષિત લોકો પણ ઘણીવાર સાયબર ક્રિમિનલ્સની જાળમાં આસાનીથી ફસાઈ રહ્યા છે. આવા લોકોથી પોતાને સુરક્ષિત રાખવા માટે હંમેશા સતર્ક રહો અને ઈન્ટરનેટનો ઉપયોગ કરો. કોઈપણ સંજોગોમાં તમારી પર્સનલ ડિટેલ્સને ક્યાંય પણ અપલૉડ અથવા શેર કરશો નહીં. જ્યારે પણ ટ્રાન્ઝેક્શનની વાત આવે ત્યારે તરત જ સતર્ક થઈ જાઓ અને કૉલ્સ કે મેસેજનો જવાબ ન આપો અને આવા કૉલ કે મેસેજની જાણ પણ કરો.