iPhone 15 Leaks Report: દુનિયાની નંબર વન ટેક કંપની એપલ હવે પોતાના નવા આઇફોન 15ના લૉન્ચિંગ માટે તૈયાર છે. Appleના અપકમિંગ iPhone 15 અને 15 Proને લઇને ડિટેલ્સ સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, કંપની iPhone 15 સીરીઝ આ વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ થઈ શકે છે. જાણો આ આઇફોન 15માં શું શું મળી શકે છે ખાસ....


નવા રિપોર્ટમાં Appleના નેકેસ્ટ મૉડલ iPhone 15 શું હશે ખાસ -  
9to5Macના નવા રિપોર્ટ અનુસાર, Appleનો iPhone 15 અને 15 Pro USB Type-C પૉર્ટ સાથે આવશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, Apple હજુ પણ પોતાની ચાર્જિંગ સિસ્ટમ પર થોડું નિયંત્રણ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. કંપની કદાચ આવું એટલા માટે કરી રહી છે કે તમે અન્ય કોઈ ચાર્જરથી આઈફોન ચાર્જ ના કરી શકો. જો iPhone 15 સીરીઝમાં USB Type-C કેબલ ઉપલબ્ધ છે, તો અપકમિંગ iPhone માટે ચાર્જિંગ સ્પીડ વધી શકે છે. હાલમાં, iPhone 14 અને 14 Pro અનુક્રમે 20W અને 27W સુધીની ચાર્જિંગ સ્પીડથી સપૉર્ટ કરે છે.


એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે Apple પોતાના Type-C પૉર્ટ સાથે નવી એક્સેસરીઝ લાવી શકે છે. મિંગ-ચી કુઓએ દાવો કર્યો હતો કે અન્ય એસેસરીઝ જેમ કે એરપૉડ્સ ચાર્જિંગ કેસ, મેગસેફ બેટરી પેક અને મેજિક કીબૉર્ડ/ટ્રેકપેડ/માઉસ ત્રણેય પણ ફ્યૂચરિસ્ટિક USB-C પર સ્વિચ કરશે. MacRumorsના એક રિપોર્ટ અનુસાર, iPhone 15 અને 15 Plus 48 MP કેમેરા સેન્સર સાથે આવશે. આના કારણે ફોટો અને વીડિયો ક્વૉલિટીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. રસપ્રદ વાત એ છે કે, TrendForce અનુસાર, 2023 iPhone સીરીઝના ફોન ભારતમાં બની શકે છે. એક રિપૉર્ટ અનુસાર, આના ટાટા ગ્રુપ દ્વારા એસેમ્બલ કરી શકાય છે.


આ તારીખે લૉન્ચ થશે iPhone 15


આઇફોન લવર્સ નવા લેટેસ્ટ આઇફોનના લૉન્ચિંગની રાહ જોઇને બેઠાં છે, દર વર્ષની જેમ સપ્ટેમ્બરમાં રેગ્યૂલર લૉન્ચિંગની ચર્ચાઓ વચ્ચે હવે આઇફોન 15ના લૉન્ચિંગ વિશે મોટુ અપડેટ સામે આવ્યુ છે. Appleની અપકમિંગ iPhone 15 સીરીઝ વિશે દરેક લોકો ઉત્સાહિત છે. આ વખતે આ સીરીઝ કેટલાક ફેરફારો સાથે લૉન્ચ થવાની છે, જેમાં મુખ્ય છે USB Type-C ચાર્જિંગ. આ ઉપરાંત લોકોને iPhone સીરિઝમાં કેટલાક શાનદાર અપડેટ મળવાના છે. ટિપસ્ટર અભિષેક યાદવે iPhone 15 સીરીઝની લૉન્ચિંગ ડેટ જાહેર કરી છે. ટિપસ્ટર અનુસાર, કંપની આ ફોનને 13 સપ્ટેમ્બરે લૉન્ચ કરી શકે છે. લૉન્ચ ઈવેન્ટ એપલ પાર્ક, કેલિફૉર્નિયા ખાતે યોજાશે, જેને તમે એપલની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન જોઈ શકશો.


ધ્યાન રહે, ઓફિશિયલી હજુ સુધી iPhone 15ના લૉન્ચ વિશે કોઈ માહિતી નથી. સચોટ માહિતી માટે તમારે થોડી વધુ રાહ જોવી પડશે. લૉન્ચ ઈવેન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓએ 9to5Macને જણાવ્યું છે કે, કંપની કર્મચારીઓને 13 સપ્ટેમ્બરથી રજા ના લેવાનું કહી રહી છે કારણ કે તે દિવસે ફોન લૉન્ચ ઈવેન્ટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, Appleની અત્યાર સુધીની મોટાભાગની લૉન્ચ ઈવેન્ટ મંગળવારે થઈ છે. જોકે છેલ્લી ઘટના બુધવારે બની હતી. આ વખતે 13 સપ્ટેમ્બરે પણ બુધવાર છે. આવામાં શક્ય છે કે કંપની આ દિવસે ફોન લૉન્ચ કરે.


પ્રી-ઓર્ડર આ દિવસથી થઇ શકે છે શરૂ  - 


9to5Macના રિપોર્ટ અનુસાર, જો ફોન 13 સપ્ટેમ્બરે લૉન્ચ થાય છે, તો કંપની 15 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર શરૂ કરી શકે છે. કંપની 22 સપ્ટેમ્બરથી મોબાઈલ ફોનનું વેચાણ શરૂ કરી શકે છે. જો લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો કંપની iPhone 15માં ડિસ્પ્લેની આસપાસ થોડી ઘુમાવદાર ધાર અને પાતળા બેઝલ્સ આપી શકે છે. તમામ 4 નવા મૉડલમાં લાઈટનિંગને બદલે ડાયનેમિક આઈલેન્ડ અને USB-C ફિચર હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની પ્રૉ મૉડલમાં સ્ટેનલેસ સ્ટીલ ફ્રેમને ટાઈટેનિયમથી બનેલી નવી ફ્રેમથી બદલી શકે છે. iPhone 15 અને 15 Plusમાં કંપની A16 Bionic ચિપસેટને સપોર્ટ કરી શકે છે જ્યારે iPhone 15 Pro અને 15 Pro Max નવી A17 ચિપ પર નિર્ભર રહેશે. પ્રૉ મૉડલમાં કંપની વધુ સારા ઓપ્ટિકલ ઝૂમ માટે નવા પેરિસ્કૉપ લેન્સ પણ ઓફર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઘણા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે Appleની iPhone 15 સીરીઝ વર્તમાન સીરીઝ કરતાં 200 ડૉલર મોંઘી હોઈ શકે છે.