Jio Down: દેશભરમાં જિઓ યૂઝર્સને અચાનક મોટી સમસ્યાઓ આવી છે, ઇન્ટરનેટ યૂઝર્સ સોશ્યલ મીડિયા પર રિલાયન્સ જિઓના ઠપ થવાના પૉસ્ટર શેર કરી રહ્યાં છે. દેશભરમાં રિલાયન્સ જિઓના યૂઝર્સે Jioની ઇન્ટરનેટ સર્વિસ અંગે ફરિયાદ કરી છે. આ આઉટેજને કારણે ઘણા યૂઝર્સ WhatsApp-Instagram, Google, Snapchat અને YouTube જેવી એપ્સ ચાલુ નથી કરી શકતા. આ એવા પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ યૂઝર્સને રોજેરોજ કરે છે.


હાલમાં આ આઉટેજના કારણ વિશે કોઈ માહિતી નથી, ના તો રિલાયન્સ જિઓએ તેના વિશે કંઈ કહ્યું છે. મોટાભાગની ફરિયાદો મોબાઈલ યૂઝર્સ તરફથી આવી છે. બપોરે 1:25 વાગ્યાથી, જિઓ યૂઝર્સ Jioની વીક એન્ડ લૉ ઇન્ટરનેટ સર્વિસ વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું, જે હજુ પણ ચાલુ છે.


જિઓ ઇન્ટરનેટ સર્વિસ ડાઉન 
Downdetector (રીઅલ ટાઈમ પ્રૉબ્લેમ અને આઉટેજ મૉનિટરિંગ વેબસાઈટ) અનુસાર, 48 ટકાથી વધુ ફરિયાદો મોબાઈલ ઈન્ટરનેટ એક્સેસ સંબંધિત હતી. આ સિવાય Jio Fiber (Jioની બ્રૉડબેન્ડ સર્વિસ) યૂઝર્સ દ્વારા 47 ટકા સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય 5 ટકા યૂઝર્સ મોબાઈલ નેટવર્કને લઈને સમસ્યાનો સામનો કરી રહ્યા છે.




જિઓ ઇન્ટરનેટ આઉટેજ 
તમને જણાવી દઈએ કે લગભગ એક મહિના પહેલા મુંબઈના કેટલાક વિસ્તારોમાં Jioની સર્વિસ બંધ થઈ ગઈ હતી. મામલો 13 મેનો છે, જ્યારે Jio યૂઝર્સને બ્રૉડબેન્ડ અને ઇન્ટરનેટ એક્સેસ માટે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ડાઉનડિટેક્ટર દ્વારા આ આઉટેજની પુષ્ટિ કરવામાં આવી હતી.


સોશ્યલ મીડિયા પર યૂઝર્સ કરી રહ્યાં છે ફરિયાદો


















--