5 દિવસ સુધી બેટરી લાઇફવાળો નવો સ્માર્ટ ફોન આવી રહ્યો છે.  આ બ્લેકાવ્યૂ બીવી 6600 સ્માર્ટ ફોન છે. આ ફોન રગ્ડ સ્માર્ટફોન  હશે. બ્લેકવ્યૂનું આ નવો ફોન દમદાર બેટરી સાથે આવી રહ્યો છે. ફોનના લિસ્ટિંગ પેજ પરથી જાણી શકાય છે કે, તેમાં 8,580 mAhની બેટરી હશે. કંપનીનો દાવો છે કે, બેટરી 3થી પાંચ દિવસ સુધી ચાલશે. આ સ્માર્ટ ફોનનું વર્લ્ડ પ્રિમિયર સેલ 22 ફેબ્રુઆરીથી શરૂ થશે.




792 કલાક સ્ટેન્ડબાય ટાઇમ આપે છે બેટરી

બ્લેકવ્યુ એટલે કે આ નવો રગ્ડ સ્માર્ટફોન  792 કલાકનો સ્ટેન્ડ બાય ટાઇમ આપે છે. ફોનમાં 50 કલાકનું કોલિંગ, 36 કલાકનું મ્યુઝિક, 13 કલાકનું ગેમિંગ, 14 કલાકનું HD વીડિયો સપોર્ટ પણ મળે છે. ફોનની બેટરી 18w ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બ્લેકવ્યૂ બીવી 6600 પાવરબેન્કની જેમ કામ કરે છે. તેમાં રિવર્સ ચાર્જિંગ ફીચર્સ પણ આપવામાં આવ્યું છે. આ ફોનથી આપ બીજા ફોનને પણ ચાર્જ કરી શકો છો.



ફોનના બેકમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપેલ છે

સ્માર્ટ ફોનના ટીજર વીડિયોથી જાણી શકાય છે કે, Blackview BV6600ના બેકમાં ટ્રિપલ કેમરા સેટઅપ હશે. ફોનમાં 16 મેગાપિક્સલનો મેઇન કેમેરો હશે. આ સ્માર્ટ ફોન સ્ટોક Android 10  પર ચાલશે. ફોનમાં 5.7 ઇંચનું HD+ ડિસપ્લે છે. ફોનમાં 4GB રેમ અને 64GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ડ્રોપ્સ અને શોક  રજિસ્ટેન્સ માટે ફોનમાં સોલિડ સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે. પ્રોટેકશન માટે મોટા રબર કોર્નર આપવામાં