UPI ID: ભારતમાં આજકાલ લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન (Smartphone) છે. વળી દેશમાં ઓનલાઇન સુવિધા પણ ખૂબ ઝડપથી વધી છે. આજે મોટાભાગના લોકો શોપિંગથી લઈને સામાન ઓર્ડર કરવા સુધીનાં બધાં કામ ઓનલાઇન કરે છે. આવી સ્થિતિમાં લગભગ બધા સ્માર્ટફોન્સમાં UPI ID પણ હોય છે. UPI ID ઘણું ઉપયોગી છે. પરંતુ વિચારો કે જો તમારો ફોન ચોરાઈ જાય તો શું થશે? આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે સરળતાથી મિનિટોમાં તમારા ફોનમાં રહેલી UPI ID બ્લોક કરાવી શકો છો. આ સરળતાથી કરી શકાય છે.


UPI ID શું હોય છે?


વાસ્તવમાં, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એક બેન્કિંગ સિસ્ટમ છે જેનો ઉપયોગ તમે પેમેન્ટ એપ દ્વારા નાણાંની ચુકવણી કરવા માટે કરો છો. પેમેન્ટ એપ દ્વારા તમે સરળતાથી નાણાંની લેવડ દેવડ કરી શકો છો. નાણાં મોકલવા માટે જ તમારે UPI પિનની જરૂર પડે છે.


નાણાં મેળવવા માટે કોઈ UPI પિનની જરૂર નથી. બેંકને Google Pay કે PhonePe જેવી પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવા માટે UPI ID ની મદદ લેવામાં આવે છે. વળી, તમારી UPI ID એક અનન્ય એડ્રેસ છે જેનો ઉપયોગ તમે UPI પર પોતાની ઓળખ માટે કરો છો.


UPI ID કેવી રીતે બ્લોક કરવી


હવે અમે તમને જણાવીએ છીએ કે જો તમારો ફોન ચોરાઈ જાય તો તમે સરળતાથી તમારા સ્માર્ટફોનમાં રહેલી UPI ID બ્લોક કરાવી શકો છો. દેશમાં દરરોજ ફોન ચોરીના કિસ્સાઓ બનતા રહે છે. આવી સ્થિતિમાં તમારી UPI ID નો ખોટો ઉપયોગ પણ થઈ શકે છે. આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને UPI ID તરત જ બ્લોક કરાવી દેવી જોઈએ.


તમને જણાવી દઈએ કે Google Pay માટે તમારે 1800 419 0157, PhonePe માટે 08068727374 અને Paytm માટે 01204456456 જેવા નંબરો પર કૉલ કરવો પડશે. ત્યારબાદ કસ્ટમર કેર અધિકારી તમારી ખરાઈ કરીને તમારી UPI ID બ્લોક કરી દેશે. આ રીતે તમે ફોન ચોરાયા પછી તરત જ UPI ID બ્લોક કરાવી શકો છો.