BSNL Recharge Offer: BSNL એ યુઝર્સની લાંબા સમય સુધી સિમ એક્ટિવ રાખવાની મોટી ચિંતા દૂર કરી દીધી છે. સરકારી ટેલિકોમ કંપની તેના કિફાયતી રીચાર્જ પ્લાન દ્વારા યુઝર્સને આ દિવસોમાં આકર્ષવામાં લાગી છે. ખાનગી ટેલિકોમ કંપનીઓના દિવસે દિવસે મોંઘા થતા રીચાર્જ પ્લાન વચ્ચે BSNLનો આ પ્લાન રાહત આપનારો છે. આ રીચાર્જ પ્લાન માટે યુઝર્સને દૈનિક 3 રૂપિયાથી પણ ઓછો ખર્ચ કરવો પડશે. આ પ્લાનમાં યુઝર્સને પૂરા 300 દિવસ એટલે કે 10 મહિનાની વેલિડિટી મળે છે. કોઈ પણ અન્ય ટેલિકોમ કંપની આનાથી સસ્તામાં આટલી લાંબી વેલિડિટી વાળો પ્લાન ઑફર કરતી નથી.
BSNLનો સૌથી સસ્તો પ્લાન!
ભારત સંચાર નિગમ લિમિટેડનો આ પ્રીપેઇડ રીચાર્જ પ્લાન 797 રૂપિયામાં આવે છે. આ રીચાર્જ પ્લાનમાં યુઝર્સને 300 દિવસની વેલિડિટી ઑફર કરવામાં આવી રહી છે. આ રીચાર્જ પ્લાનમાં મળતી વેલિડિટીની વાત કરીએ તો યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈ પણ નેટવર્ક પર ફ્રી કૉલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. સાથે જ, યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો પણ લાભ મળશે. એટલું જ નહીં, યુઝર્સને આ પ્રીપેઇડ રીચાર્જ પ્લાનમાં દૈનિક 2GB ડેટાનો પણ લાભ મળશે. સાથે જ, યુઝર્સને દૈનિક 100 ફ્રી SMSનો લાભ મળશે. BSNLના આ રીચાર્જ પ્લાનમાં કૉલિંગ, ડેટા અને મેસેજનો આ લાભ શરૂઆતના 60 દિવસો માટે છે. ત્યાર બાદ યુઝર્સે કૉલિંગ કે ડેટા વગેરે માટે અલગથી ટોપ અપ કરાવવું પડશે.
BSNLનો આ રીચાર્જ પ્લાન ખાસ કરીને તે યુઝર્સ માટે ફાયદાકારક છે, જેઓ તેમના BSNL નંબરનો ઉપયોગ સેકન્ડરી કનેક્શન તરીકે કરે છે. શરૂઆતના બે મહિનામાં યુઝર્સ આ પ્લાન સાથે કૉલિંગ અને ડેટાનો લાભ લઈ શકે છે. ત્યાર બાદ યુઝર્સના નંબર પર પૂરા 300 દિવસ સુધી ઇનકમિંગ કૉલનો લાભ મળશે. જો કે, બે મહિના પછી યુઝર્સ ઇચ્છે તો તેમના નંબરને કંપનીના સસ્તા ટોપ અપ પ્લાનથી રીચાર્જ કરાવી શકે છે.
4G-5Gની તૈયારી શરૂ
સરકારી ટેલિકોમ કંપનીએ તેના યુઝર્સ માટે 4G અને 5G લોન્ચિંગની તૈયારી શરૂ કરી દીધી છે. સરકારી ટેલિકોમ કંપનીએ દેશના કેટલાક ટેલિકોમ સર્કલમાં 4G સેવા શરૂ કરી દીધી છે. આવતા વર્ષના પ્રથમ છ મહિના સુધીમાં સમગ્ર દેશના બધા સર્કલમાં 4G સેવા અધિકૃત રીતે શરૂ થઈ શકે છે. આ ઉપરાંત દૂરસંચાર વિભાગે BSNL 5G સર્વિસની ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધી છે. નેક્સ્ટ જનરેશન નેટવર્ક સર્વિસ શરૂ થયા પછી યુઝર્સને કનેક્ટિવિટીની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.
આ પણ વાંચોઃ