હેકર્સ લોકોને ટાર્ગેટ કરવા માટે તકની રાહ શોધમાં હોય છે. જો તમારો ફોન જૂના OS વર્ઝન પર કામ કરે છે તો તમે પણ હેકિંગનો શિકાર બની શકો છો. CERT-In (Computer Emergency Response Team)ને એપલ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે જેમાં એક ખામીને લઇને જાણકારી આપવામાં આવી છે.


આ વૉર્નિંગ વિશે 14 ઑક્ટોબર 2023 જાહેર કરવામાં આવેલી વલ્નેરેબિલિટી Note CIVN-2023-0303માં બતાવવામાં આવી છે. આ નોટમાં Apple iOS અને iPad OSમાં ડિટેઇલ્સ આપવામાં આવી છે.


શું છે CERT-in ?


CERT-In  મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ આવતી એજન્સી છે. સરળ ભાષામાં કહીએ તો આ સરકારી એજન્સીનું કામ સાયબર સિક્યોરિટી સાથે સંબંધિત ડીલ કરવાનું છે.


અપડેટ પણ ફાયદાકારક છે


તમારી સિસ્ટમ અપડેટ કર્યા બાદ તમારા ડિવાઇસની ખામીઓ પણ દૂર થાય છે. ફોનનું પરફોમન્સ પણ સારુ થઇ જાય છે. કંપનીઓ ઓએસ અપડેટમાં બગ ફિક્સ અને ઓપ્ટમાઇઝેશન પણ દૂર કરે છે. આ સાથે જ તમને નવા ફીચર્સ પણ મળે છે. 


ઓએસ અપડેટ બાદ તમને સારુ પરફોમન્સ મળશે. તેથી બધા જ યુઝર્સે સમયની સાથે ફોન અપડેટ કરતા રહેવું જોઇએ. સોફ્ટવેર અપડેટનું નોટિફિકેશન તમને ઓટોમેટિક મળી જાય છે. પછી તમે સેટિંગમાં જઇને લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ ચેક કરી શકો છો. તેના માટે તમારે સેટિંગમાં જઇને સોફ્ટવેર અપડેટ સર્ચ કરવાનું રહેશે. બાદમાં તમને લેટેસ્ટ અપડેટ પર ક્લિક કરવાનું રહેશે. જો કોઇ અપડેટ પેન્ડિંગ હશે તો તમને આ જાણકારી મળશે.


ગૂગલ ક્રોમ યુઝર્સ માટે મહત્વના સમાચાર છે. સરકારે એક એડવાઈઝરી જારી કરીને જણાવ્યું છે કે ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ છે. સરકારની સુરક્ષા એજન્સી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે કહ્યું છે કે દુનિયાભરના કરોડો ગૂગલ ક્રોમ યુઝર્સે સાવધાન રહેવાની જરૂર છે. તેમાં ઘણી ખામીઓ છે જે યુઝર્સના ડેટા અને સિસ્ટમને ખરાબ રીતે અસર કરી શકે છે.


CERT-In એ આ બાબતને ખૂબ જ ઉચ્ચ જોખમમાં મુકી છે. આ ખામીઓ પર કામ કરવામાં આવી રહ્યું છે જેથી યુઝર્સને જોખમમાંથી દૂર કરી શકાય. CERT-In એ આ અંગે ગૂગલને જાણ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેકર્સ યુઝરના ડિવાઈસમાં કોડને એક્ઝિક્યુટ કરવા અને સુરક્ષાને બાયપાસ કરવાનું કામ કરે છે. જેના કારણે યુઝરની અંગત માહિતી લીક થાય છે અને હેકર્સ તેનો દુરુપયોગ કરે છે