CERT-In Warning : ભારતની કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એક એડવાઈઝરી જાહેર કરી છે અને જો તમે Google Chrome નો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. CERT-In એ અલગ-અલગ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર Google Chrome ને અસર કરતી ઘણી નબળાઈઓ અંગે એક એડવાઈઝરી જારી કરી છે. શુક્રવારે પ્રકાશિત થયેલા CERT-In ના નવા બુલેટિનમાં તેમાં જોવા મળેલી નબળાઈઓને હાઈ-રિસ્ક તરીકે હાઈલાઈટ કરવામાં આવી છે. આ ચેતવણી અનુસાર સાયબર હુમલાખોર દૂરથી રિમોટ એક્સેસ દ્વારા Google Chrome પ્રવૃત્તિને નિયંત્રિત કરી શકે છે.
આ સાયબર સિક્યોરિટી ફર્મ મુજબ, હેકર્સ આ નબળાઈઓનો ઉપયોગ કરીને કોઈપણ સંવેદનશીલ સિસ્ટમ પર દૂરથી હુમલો કરી શકે છે અને રિમોટ એક્સેસ દ્વારા તમારી Google Chrome પ્રવૃત્તિને નિયંત્રિત કરી શકે છે. તેથી Windows, macOS, અને Linux પર ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા તમામ વ્યક્તિગત વપરાશકર્તાઓ અને સંસ્થાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક તેમના વેબ બ્રાઉઝર્સ અપડેટ કરે અને લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરે.
CERT-In ગૂગલ ક્રોમ યૂઝર્સ માટે ચેતવણી જાહેર કરી
પોતાની એડવાઈઝરી નોટ CIVN-2025-0330 માં આસાયબર સુરક્ષા એજન્સીએ Windows, macOS અને Linux માટે Google Chrome માં બે અલગ અલગ નબળાઈઓ પ્રકાશિત કરી છે. તેમને CVE-2025-13223 અને CVE-2025-13224 તરીકે ઓળખવામાં આવ્યા છે અને તેને "હાઈ" રિસ્ક તરીકે રેટ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવે છે કે આ નબળાઈઓ સિસ્ટમને નુકસાન અને સર્વિસમાં વિક્ષેપ લાવી શકે છે.
દૂર રહીને સાયબર હુમલાખોર પણ નુકસાન પહોંચાડી શકે છે
સાયબર સુરક્ષા એજન્સીના જણાવ્યા મુજબ, આ નબળાઈઓ કોઈ દૂર બેસેલા સાયબર હુમલાખોરને સંવેદનશીલ કમ્પ્યુટર પર મનસ્વી કૉડ ઓર્બિટકરવાની મંજૂરી આપી શકે છે. આ ટાઈપ કફ્યૂઝનના કારણે થાય છે, એવી પરિસ્થિતિ જ્યાં કોડનો એક ભાગ ડેટા પ્રકારનો ઉપયોગ કરીને સ્રોતને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરે છે જે ઑબ્જેક્ટના રિયલ ટાઈપ સાથે મિસમેચ થાય છે.
ગૂગલે સલામતીનાં પગલાં લીધાં
આ ટેક જાયન્ટે કહ્યું કે તેણે બધી ઓપરેટિંગ સિસ્ટમ્સ માટે સ્ટેબલ ચેનલ અપડેટ કરી છે અને આગામી દિવસો અને અઠવાડિયામાં જરૂરી સુધારાઓ સાથે અપડેટ્સ જાહેર કરવામાં આવશે.