Claude App on iPhone: આઇફોન યૂઝર્સને મોટી ગિફ્ટ મળવા જઈ રહી છે. ટૂંક સમયમાં તમને ડિવાઇસમાં ChatGPT જેવી એપ દેખાશે. આ એપનું નામ ક્લાઉડ છે, જે અગાઉ ફક્ત વેબ યૂઝર્સ માટે જ લૉન્ચ કરવામાં આવી હતી. હવે તેને સ્માર્ટફોન યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, પરંતુ તે માત્ર iOS યૂઝર્સ માટે જ ઓફર કરવામાં આવશે. જોકે, એન્ડ્રોઇડ યૂઝર્સે આ માટે થોડી રાહ જોવી પડશે.
આ એપ પણ એ જ રીતે કામ કરે છે જે રીતે ChatGPT કામ કરે છે. જોકે ક્લાઉડને ગયા વર્ષે માર્ચમાં લૉન્ચ કરવામાં આવી હતી, પરંતુ હવે કંપનીએ તેને iOS યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. તમે આ એપનો ઉપયોગ ચેટબૉટ તરીકે કરી શકો છો. જો તમે આમાં કોઈ પ્રશ્ન પૂછશો તો તમને સાચા તથ્યો સાથે જવાબ મળશે.
એપ કેવી રીતે ડાઉનલૉડ કરવી ? (How to Download Claude App)
તે iPhone યૂઝર્સ માટે એપ સ્ટૉર પર ઉપલબ્ધ છે.
ડિવાઇસ પર એપ્લિકેશન ડાઉનલૉડ કરવા માટે iPhone યૂઝર્સે સૌથી પહેલા એપ સ્ટૉર પર જવું પડશે.
અહીં જઈને તમે ક્લાઉડ ટાઈપ કરીને ક્લાઉડને સર્ચ કરી શકો છો.
જ્યારે તમે એપને સર્ચ કરશો, ત્યારે તમે તેને સરળતાથી સ્ક્રીન પર જોઈ શકશો.
ChatGPT ની જેમ તમે આ એપ્લિકેશનમાં કોઈપણ ફોટો, ફાઇલ અને અન્ય કંઈપણ વિશે સરળતાથી જાણી શકો છો.
આઇફોનમાં ઇન્સ્ટૉલ કર્યા પછી તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો.
ઇન્સ્ટૉલેશન પછી તમે તમારા Google એકાઉન્ટ, ઇમેઇલ અથવા Apple ID વડે લૉગિન કરી શકો છો.
એકવાર લૉગિન પૂર્ણ થઈ જાય, ક્લાઉડ તમને તમારું નામ અને વિગતો પૂછશે.
તેને ભર્યા પછી તમે તમારા iPhone પર એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
આટલા રૂપિયામાં સબસ્ક્રિપ્શન મળે છે -
તમે શ્રેષ્ઠ સંસ્કરણ માટે એપ્લિકેશનનું સબ્સ્ક્રિપ્શન પણ લઈ શકો છો. આ માટે યૂઝર્સને દર મહિને 1,999 રૂપિયાની ફી ચૂકવવી પડશે. સબ્સ્ક્રાઇબ કરવા માટે તમારે ફક્ત પૉપ-અપ મેસેજ પર ટેપ કરવું પડશે. અહીં ટેપ કર્યા પછી તમે સબસ્ક્રિપ્શન ફી ચૂકવી શકો છો. આ ઉપરાંત ક્લાઉડ પ્રૉ પર સ્વિચ કરીને તમને ઘણા ફાયદા મળવાના છે.
નોંધનીય બાબત એ છે કે, એપના ફ્રી વર્ઝનમાં યૂઝર્સ પાસે માત્ર મર્યાદિત મેસેજ હશે. આમાં તમારી પાસે એક સમય મર્યાદા હશે જેમાં તમે ફક્ત 7 થી 8 મેસેજ મોકલી શકશો, જો કે, થોડા કલાકો પછી તમે ફરીથી AI ચેટબૉટ પર મેસેજ કરી શકશો.
કોણે બનાવી Claude AI એપ ?
આ એપ એન્થ્રૉપિક દ્વારા ડેવલપ આવી છે, જે એક એઆઈ ચેટટૂલ છે. આની મદદથી તમે ઘણા પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો અને ઘણા કાર્યો સરળતાથી કરી શકો છો. મળતી માહિતી મુજબ, Claude AIને ChatGPTની પેરન્ટ કંપની OpenAIના એક્સ ડેવલપર દ્વારા બનાવવામાં આવ્યું છે. ChatGTP લોન્ચ થયા પછી જ તેણે OpenAIમાંથી રાજીનામું આપ્યું અને આ એપ વિકસાવી.