નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસો સતત ઝડપથી વધી રહ્યાં છે. આવામાં માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વીટરે પણ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ભારતને 1.5 કરોડ ડૉલરનુ દાન કર્યુ છે. આ સમય ભારત કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. દુનિયાના બીજા કેટલાય દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે, અને તમામ પ્રકારની મદદ પહોંચાડી રહ્યાં છે.
ટ્વીટરના સીઇઓ જેક પેટ્રિક ડૉર્સીએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે, આ રકમ ત્રણ બિનસરકારી સંગઠનો, કેયર, એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલ યુએસએને દાન કરવામાં આવી છે. કેરને 1 કરોડ ડૉલર, જ્યારે એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલને 25-25 લાખ ડૉલર આપવામાં આવ્યા છે.
સાન ફ્રાન્સિસ્કો સ્થિત એક કંપનીએ એક નિવેદનમાં કહ્યું- સેવા ઇન્ટરનેશનલ એક હિન્દુ, આસ્થા આધારિત, બિનસરકારી સેવા સંગઠન છે. આ રકમ કૉવિડ દર્દીઓના ઇલાજ માટે આપવામાં આવી રહી છે. આનો ઉપયોગ વેન્ટિલેટર્સ, બેડ્સ અને અન્ય જીવન રક્ષક ઉપકરણોને ખરીદવામાં કરવામાં આવશે. નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યુ કે આ ઉપકરણ સરકારી હૉસ્પીટલો, કૉવિડ-19 દેખરેખ કેન્દ્ર અને અન્ય હૉસ્પીટલોમાં વિતરિત કરવામાં આવશે.
સંદીપ ખડકેકરે જેક પેટ્રિક ડૉર્સીનો માન્યો આભાર....
સેવા ઇન્ટરનેશલના ઉપાધ્યક્ષ સંદીપ ખડકેકરે ટ્વીટરના સીઇઓ જેક પેટ્રિક ડૉર્સીનો આભાર માનતા કહ્યું- આ સેવાનુ કામ છે, અને મને આનંદ છે કે તમે આગળ આવીને અમારી મદદ કરી. અમે તમારી આશાઓ પર ખરા ઉતરવાની પુરી કોશિશ કરીશું, અને કોરોના સંક્રમિત દર્દીઓને સારી રીતે દેખરેખ કરીશું. તેમને આગળ કહ્યું- આ સમયે આપણે બધાએ એકજૂથ થઇને કોરોના સામે લડવાની જરૂર છે. જો આપણે આવુ કરીએ છીએ તો જલ્દી કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવી શકાશે.
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ, ભારત બન્યો વિશ્વનો ત્રીજો દેશ...
ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કુલ મૃત્યુઆંકની 5.95 લાખ સાથે અમેરિકા પ્રથમ અને 4.22 લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ.....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
કુલ મોત - 2 લાખ 49 હજાર 992