ચીનની સ્માર્ટફોન મેકર Xiaomiએ પોાતના રેડમી નોટ 8 સ્માર્ટપોનની કિંમતમાં વધારો કર્યો છે. કહેવાય ચે કે, કિંમતમાં વધારાનું કારણ કોરોના વાયરસને કારણે સપ્લાઈ ચેન પ્રભાવિત થવાનું છે.
રેડમી નોટ 8ના 4જીબી રેમ અને 6જીબી સ્ટોરેજ વેરિઅન્ટ મોડલની કિંમત 9,999 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત વધીને 10,499 રૂપિયા થઈ ગઈ છે. જોકે રેડમી નોટ 8ના 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિઅન્ટી કિંમ હજુ પણ 12,999 રૂપિયા દેખાઈ રહી છે.
નવી કિંમત એમેઝોન ઇન્ડિયાની વેબસાઈટ અને Mi.com પર જોવા મળી રહી છે. ચીનની ટેક કંપની Xiaomiએ કહ્યું કે, આ કિંમત વધારો કાયમી નથી અને સ્ટેબલ થયા બાદ તેને ફરીથી ઓરિજનલ કિંમત પર વેચવામાં આવશે.
નોંધનીય છે કે, કોરોના વાયરસનું સંક્રમણ હાલમાં ચીન સહિત સમગ્ર દેશોમાં પહોંચી રહ્યું છે. આ જ કારણ છે કે વર્ષના સૌથી મોટા મોબાઈલ શો Mobile World Congressને રદ્દ કરવામાં આવ્યો છે. Mobile World Congress સ્પેનના બાર્સેલોનામાં આયોજિત કરવામાં આવે છે.
છેલ્લા ઘણાં દિવસથી સતત એક પછી એક મોટી કંપનીઓ Mobile World Congress અટેન્ડ કરવાની ના પાડી દીધી હતી. તેમાં ઇન્ટેલ, ફેસબુક, એમેઝોન, એટીએન્ટી, સોની અને નોકિયા જેવી કંપની સામેલ છે.
MWC2020નું આયોજન કરનાર સંગઠન GSMAએ એક બેઠકમાં આ નિર્ણય કર્યો કે આ વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન કરવામાં નહીં આવે.