નવી દિલ્હીઃ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટા સોશિયલ મીડિયા પર હાલમાં છવાયેલા છે. હાલમાં જ રતન ટાટાને ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાએ છોટૂ કહ્યાં હતા. ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેનના ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયન ફોલોઅર્સ થઈ ગયાછે. આ માઈલસ્ટોનને સેલિબ્રેટ કરવા માટે તેમણે પોતાની એક તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં થેંક્યૂ લખ્યું.


સોશિયલ મીડિયામાં લોકો  તેમની આ પોસ્ટને ખૂબ લાઈક કરી અને તેની તસવીર પર સકારાત્મક કમેન્ટ કરી. એક યૂજર્સે હાર્ટ ઇમોજી સાથે લખ્યું, ‘કોગ્રેચ્યુલેશન છોટૂ’. લોકો મહિલાની આ કમેન્ટની ટીકા કરવા લાગ્યા. જોકે રતન ટાટાએ લોકોનો રોક્યા અને મહિલાની કમેન્ટનો ખૂબજ સુંદર જવાબ આપ્યો.



તેણે સ્માઇલ ઇમોજની સાથે લખ્યું કે આપણા બધામાં એક બાળકના ગુણ હોય છે, પ્રીઝ મહિલા સાથે રિસ્પેક્ટથી વર્તન કરો. જોકે બાદમાં મહિલાએ પોતાની કમેન્ટ ડિલીટ કરી દીધી હતી. જ્યારે રતન ટાટાને તેની જાણકારી થયી તો તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ કહાને વખોડી હતી.



ટાટાએ લખ્યું, એક ઇનોસન્ટ મહિલાએ ગઈકાલે મને બાળક કહીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. જેને લઇને લોકોએ તેને અપમાનિત કરી. અંતમાં તેણે પોતાની ભાવનાઓ ડિલીટ કરી દીધી. તેમણે લખ્યું કે, હું તેની ભાવનાત્મક મેસેજનો આદર કરું છું. તેમણે આશા વ્યક્ત કરી કે, તે ફરી આવી જ પોસ્ટ લખશે.

નોંધનીય છે કે, રતન ટાટા વિતેલા વર્ષે ઓક્ટોબરમાં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા. હાલમાં જ તેમણે પોતાની જવાનીની એક તસવીર શેર કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી.