Coronavirus: આ એપની મદદથી શંકાસ્પદની આપો જાણકારી, લેબની જાણકારી પણ મળશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Mar 2020 02:28 PM (IST)
આ એપ ગૂગલ સ્ટોર સહિત એપ સ્ટોર પર પણ ઉપલબ્દ છે. આ એપને ડાઉનલોડ કર્યા બાદ ઈ-મેલ, ફેસબુક દ્વારા લોગ ઈન કરી શકાય છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને કારણે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉ જાહેર કરવામાં આવ્યું છે. આજે લોકડાઉનનો ત્રીજો દિવસ છે. એવામાં લોકોની મુશ્કેલીઓને જોતા દિલ્હી બેસ્ડ કંપની Map My Indiaએ એક એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા લોકો વાયરસના શંકાસ્પદ દર્દીની ઓળખ આપી શકશે. સાથે જ વાયરસથી સંક્રમિત લોકોનો લેટેસ્ટ આંકડા સાથે અન્ય જાણકારી પણ મેળવી શકાશે. તમને જણાવીએ કે, Map My Indiaએ MOVE નામથી આ એપ લોન્ચ કરી છે. આ એપ ગૂગલ સ્ટોર સહિત એપ સ્ટોર પર પણ ઉપલબ્દ છે. આ એપને ડાઉનલોડ કર્યા બાદ ઈ-મેલ, ફેસબુક દ્વારા લોગ ઈન કરી શકાય છે. સાથે જ તમે આ એપ દ્વારા લોકોની મદદ કવા માટે ઈશ્યૂ રિપોર્ટ કરી શકશો. એટલે કે જો તમારી પાસે કોરોના સાથે જોડાયેલ કોઈ શંકાસ્પદની જાણકારી આપવી હોય તો તેનો વિકલ્પ તમને આ એપમાં મળશે. વિકલ્પ પસંદ કર્યા બાદ તમારી પાસે લોકેશન માગવામાં આવશે, જે તમારે ગ્રાન્ટ કરતાં આપવાનું રહુંશે. ઈશ્યૂ રિપોર્ટ કરવા માટે તમારે આ કેટેગરીમાંથી વિકલ્પ પસંદ કરવાનો રહેશે, મેપ્સ, ટ્રાફિક, કોમ્યુનિટી, સેફ્ટી, રોડ કંડીશનલ અને કોરોના. જેનો ઉપયોગ કરી તને ઈશ્યૂ રિપોર્ટ કરી શકશો. કોરોનાનો ઓપ્શન પસંદ કરવા પર તમને બીજા વિકલ્પ મળશે જેમાં કોરોના ટ્રીટમેન્ટથી લઈને કોરોના સસ્પેક્ટ, ટેસ્ટિંગ લેબ સામેલ છે. તમને જણાવીએ કે, કોઈપણ ઈશ્યૂ રિપોર્ટ કરતા પહેલા તમારે તેના સંબંધિત તસવીર સહિત કમેન્ટ આપવી જરૂરી છે.