નવી દિલ્હીઃ દેશમાં કૉવિડ-19 મહામારીની (CoronaVirus) ઘાતક બીજી લહેરની વચ્ચે ગૂગલ (Google Testing) એકવાર ફિચરનુ ટેસ્ટિંગ કરી રહ્યું છે. ગૂગલે સોમવારે કહ્યું કે, તે ગૂગલ મેપ્સ (Google Maps)માં એક ખાસ ફિચર ટેસ્ટ કરી રહ્યું છે, જેનાથી દર્દીઓ માટે લોકોને બેડ્સ (Medical Beds) અને મેડિકલ ઓક્સિજનની (Medical Oxygen) ઉપલબ્ધતા વિશે જાણકારી મળી શકે. આના દ્વારા લોકો જાણકારી પણ શેર કરી શકશે.
ભારતી બીજી લહેરમાં કેટલાય રાજ્યોની હૉસ્પીટલો, મેડિકલ ઓક્સિજન અને બેટ્સની કમી સામે ઝઝૂમી રહ્યાં છે, અને સોશ્યલ મીડિયા પર લોકો ઓક્સિજન સિલિન્ડર, હૉસ્પીટલમાં બેડ્સ, પ્લાઝ્મા ડોનર્સ અને વેન્ટિલેટર માટે મદદ માંગી રહ્યાં છે. આવામાં ગૂગલ મેપ્સનુ આ ફિચર કૉવિડ-19 વિરુદ્ધની લડાઇમાં ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.
જાણકારીના ઉપયોગ પહેલા કરવી પડી શકે છે વેરિફાઇ.....
કંપનીનુ કહેવુ છે કે અમે મેપ્સમાં Q & A ફંક્શનનો ઉપયોગ કરીને એક ફિચરનો ટેસ્ટ કરી રહ્યાં છીએ, જે લોકોને પસંદગીના સ્થળો પર બેડ અને મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા વિશે લૉકલ માહિતી લેવામાં અને શેર કરવામાં ઇનેબલ બનાવે છે. આ જાણકારી યૂઝર જનરેટેડ હશે અને ઓથોરાઇઝ્ડ સોર્સીઝ તરફથી પ્રૉવાઇડ નથી કરવામાં આવે, જાણકારીનો ઉપયોગ કરતા પહેલા તેને વેરિફાઇ કરવી જરૂરી થઇ શકે છે.
ત્રણ પ્રાથમિકતા વાળા ક્ષેત્રો પર ફોકસ કરી રહી છે ગૂગલ ટીમ....
ગૂગલે કહ્યું કે તેમની ટીમ ત્રણ પ્રાથમિકતા વાળા ક્ષેત્રો પર ફોકસ કરી રહ્યું છે. પહેલા એ નક્કી કરવાનુ છે કે લોકો સુધી લેટેસ્ટ અને ઓફિશિયલ જાણકારી પહોંચી શકે. બીજુ સેફ્ટી અને રસીકરણ મેસેજને પ્રોત્સાહન અને પ્રભાવિત સમુદાયો, સ્વાસ્થ્ય અધિકારીઓ અને સંગઠનો માટે સહાયતા ઉપલબ્ધ કરાવવી.
ગૂગલ સર્ચ અને મેપ્સ પર 2,500 ટેસ્ટ સેન્ટર્સને બતાવવા ઉપરાંત હવે દેશભરમાં 23,000 થી વધુ રસીકરણ કેન્દ્રોનુ લૉકેશન અંગ્રેજી અને આઠ ભારતીય ભાષાઓમાં શેર કરવામાં મદદ કરી રહ્યુ છે.
એનજીઓની મદદ લઇને ચલાવવામાં આવી રહ્યું છે કેમ્પેઇન.....
કંપનીએ કહ્યું કે તે કેટલીય એનજીઓ માટે પૈસા એકઠા કરવા માટે ઇન્ટરનલ ડૉનેશન કેમ્પેઇન ચલાવી રહી છે, જેમાં ગિવઇન્ડિયા, ચેરિટિઝ એન્ડ ફાઉન્ડેશન ઇન્ડિયા, ગૂંજ અને યૂનાઇટેડ વે ઓફ મુંબઇ વગેરે સામેલ છે. આમાં અત્યાર સુધી લગભગ 33 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે, અને કેમ્પેઇન હજુ ચાલુ છે.