કોરોનાની મહામારીમાં હાલ મ્યુકોરમાઇકોસિસે પણ ચિંતા વધારી છે. કોવિડથી સાજા થયેલા ડાયાબિટીસના અને કીડનીના દર્દીઓમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. ડાયાબિટીસ કિડીનાની બીમારીથી પિડાતા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને તેમાં કોવિડ વાયરસના લોડના કરે વધુ ઘટી જાય છે. આ સ્થિતિમાં ફંગસ શરીર પર હાવિ થાય છે અને દર્દી મ્યુકોરમાઇકોસિસની ભોગ બને છે.


 જો કે બધા વચ્ચેમાં એક વસ્તુ બીજી પણ સામે આવી છે જો ઓક્સિજનના સાધનો સ્ટરીલાઇઝ ન કર્યા હોય તો પણ મ્યુકોરક્રાસિસનું જોખમ વધી જાય છે. ઓક્સિજનના સાધનો જેવા કે, ઓક્સિજન માસ્ક, હ્યુમિડિટીફાયરને યોગ્ય રીતે સ્ટેરીલાઇઝ ન કરાયા હોય તો પણ દર્દીને મ્યુકોરમાઇકોસિસ થઇ શકે છે.  ઓક્સિજનના પાઇપમાં ભેજના કારણે ફુગ થાય છે. આ ફુગ નાકમાં પ્રવેશે છે, જે મ્યુકોમાઇકોસિસની બીમારીને જન્મ આપે છે. ઓક્સિજનના સાધનો સ્ટરીલાઇઝન ન થયા હોય તેવી સ્થિતિમાં આ સાધનોમાં રહેલી ફુગ  આંખ, નાક, મગજ અને ફેફસાંમાં ફેલાય છે.


ઓક્સિજન આપતી વખતે શું કાળજી લેવી જરૂરી


તબીબોના મત મુજબ જો ઓક્સિજન આપતી વખતે કેટલીક કાળજી રાખવામાં આવે તો મ્યુકોરમાઇકોસસીની ભંયકર બીમારીથી દર્દીને બચાવી શકાય છે. તો દર્દીને ઓક્સિજન આપતી વખતે શું કાળજી રાખવી જોઇએ જાણીએ...



  •  ઓક્સિજનના બોટલ સાથે લાગતું હ્યુમિડિટી ફાયરને  સ્ટરીલ વૉટરથી સાફ કરવું જોઇએ

  •  ઓક્સિજનના સિલિન્ડર પર Fa વાલ્વ  હોય છે

  •   Fa વાલ્વની સાથે હ્યુમિડિટી ફાયર જોડાયેલું હોય છે

  • હ્યુમિડિટી ફાયરમાં ડિસ્ટીલ વોટર ભરવાનું હોય છે.

  • તેના પર એક ઓક્સિજનના ફલોનું માપ દર્શાવતું મીટર હોય છે

  • આ ઓક્સિજનના તમામ સાધનને સ્ટરીલાઇઝ કરવા જરૂરી છે.

  • એક જ માસ્ક લાંબા સમય સુધી યુઝ ન કરવું

  • એકબીજા દર્દીનું ઓક્સિજન માસ્ક ન વાપરવું  


જો ઓક્સિજન આપવા માટે ઉપયોગમાં આવતા તમામ સાધનોને સ્ટરીલ કરવામાં આવે તો કોવિડના સાજા થયેલા દર્દીમાં આ કેસનું જોખમ ઘટાડી શકાય છે.