Cyber Fraud: સ્કેમર્સ લોકોને ફસાવવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. આવા જ એક નવા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં સ્કેમર્સ વૉઇસમેઇલ અને QR કોડ દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 14 દિવસમાં કૌભાંડીઓએ આવા 1000 હુમલા કર્યા છે. ચેક પોઈન્ટ Harmony Emailએ આ સાયબર હુમલાની માહિતી આપી છે.
કંપનીએ આ વિગતો Hackread સાથે શેર કરી છે. તેણે કહ્યું છે કે સાયબર ગુનેગારો કોર્પોરેટ ફોન સિસ્ટમ સાથે જોડાયેલા ઇમેલમાં મેલિસિયસ લિંક વોઇસમેઇલ પ્લેબેકમાં એમ્બેડ કરીને ટાર્ગેટ કરી રહ્યા છે
સરળ ભાષામાં હેકર્સ લોકોને લક્ષ્ય બનાવવા માટે વૉઇસ નોટ્સ સાથે ઇમેઇલ્સ મોકલી રહ્યાં છે. જો કે, ઈમેલમાં વૉઇસ નોટ નથી પરંતુ વૉઇસ નોટમાં એમ્બેડ કરેલી મેલિસિયસ લિંક છે.
સ્કેમર્સ લોકોને કેવી રીતે ફસાવે છે?
સ્કેમર્સ લોકોને ફસાવવા માટે આવી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે યુઝર્સ આ વૉઇસમેઇલ્સને અસલી માને છે અને તે લિંક પર ક્લિક કરે છે. કંપનીએ કહ્યું છે કે છેલ્લા 14 દિવસમાં હેકર્સે આ પ્રકારના 1000 ઈમેલ મોકલ્યા છે. હેકર્સ આ પ્રકારના કૌભાંડમાં સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરે છે.
સ્કેમર્સ કન્ડિશનલ રાઉટિંગ QR કોડ્સ મોકલે છે, જે ડિવાઇસ પર આધારિત હોય છે અને કોઈપણ એન્ડ યુઝરને ટાર્ગેટ કરે છે. સ્કેમર્સ દ્વારા મોકલવામાં આવેલ ઈમેઈલ પેમેન્ટ પ્રોસેસર સર્વિસ સ્ક્વેર તરફથી હોવાનું જણાય છે. જો કે, આ વાસ્તવમાં એક ચાલ છે. આ નામનો ઉપયોગ માત્ર લોકોને ફસાવવા માટે કરવામાં આવ્યો છે.
ડીપફેક સામે સરકારની મોટી તૈયારીઓ
આ સિવાય ઈમેઇલની સબ્જેક્ટ લાઈનમાં એક ફોન નંબર પણ છે, જે ગૂગલ સર્ચ કર્યા બાદ સાચો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઈમેલમાં વોઈસમેઈલ સાથે MP3 પ્લેયર પણ છે. આને ક્લિક કરવા પર યુઝર્સ ક્રેન્ડેશિયલ હાર્વેસ્ટિંગ પેજ પર પહોંચી જાય છે. જો કે, આવા કૌભાંડમા યુઝર્સનું માટે ક્લિક કરવું જરૂરી છે.
તમે કેવી રીતે બચી શકો છો?
જો તમે આવા મેઈલ પર ક્લિક નહીં કરો તો તે તમને કોઈ નુકસાન નહીં પહોંચાડે. યુઝર્સે આ ઈમેલ દ્વારા તેમના હુમલાની પદ્ધતિ પણ નક્કી કરે છે. જો યુઝર્સ આવી જાળમાં ફસાઈ જાય છે તો તેઓ અલગ-અલગ બ્રાન્ડના નામે આવા ઈમેલ મોકલે છે. જો યુઝર્સ આમાં ફસાઈ ન જાય તો સ્કેમર્સ ફિશિંગની નવી પદ્ધતિ શોધે છે.
આવા કોઈપણ કૌભાંડથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે અજાણી લિંક પર ક્લિક ન કરવું. ઝીરો-ક્લિક વલ્નેરેબિલિટી શોખવી ખૂબ મુશ્કેલ કામ છે. આવી સ્થિતિમાં સ્કેમર્સ લોકોને ફસાવવા માટે આવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમાં યુઝર્સ ફસાઈ જાય છે અને લિંક પર ક્લિક કરે છે.