Cyber Fraud: કોલ, મેસેજ અથવા વોટ્સએપથી તમારી સાથે થાય ફ્રોડ તો અહી કરો ફરિયાદ

Cyber Fraud: અહીં તમારી ફરિયાદ પર તરત જ કાર્યવાહી કરવામાં આવશે

Continues below advertisement

Cyber Fraud: જો તમે જાતીય સતામણીનો ભોગ બન્યા હોવ અથવા સોશિયલ મીડિયા પર તમને લાઈક અને કોમેન્ટ કરીને પૈસા કમાવવાની ઓફર કરતા સ્પામ કોલ્સ અથવા મેસેજ મળી રહ્યા છે તો તમે તરત જ સંદેશાવ્યવહાર મંત્રાલયના ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ અથવા ચક્ષુ પોર્ટલ પર રિપોર્ટ  કરી શકો છો. અહીં તમારી ફરિયાદ પર તરત જ કાર્યવાહી કરવામાં આવશે. સોમવારે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સંચાર સાથી પોર્ટલ પર ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ અને ચક્ષુ પ્લેટફોર્મ લોન્ચ કર્યા હતા.

Continues below advertisement

સાયબર ક્રાઈમ અથવા છેતરપિંડીના કિસ્સામાં DIP પર રિપોર્ટ કરો, આ સિવાય જો તમને એવો કોઈ કોલ આવી રહ્યો હોય કે જેના પર તમને શંકા હોય કે તે સાયબર છેતરપિંડી અથવા ગુનો હોઈ શકે છે તો તમે ચક્ષુ પોર્ટલ પર તેની જાણ કરી શકો છો.

તમે ફરિયાદ કરશો તો તરત જ કાર્યવાહી કરવામાં આવશે

તમે જાણ કરશો કે પછી પોલીસ અને બેન્કો જેવી એજન્સીઓ સક્રિય થઈ જશે અને થોડા કલાકોમાં પગલાં લઈ શકશે. જો તમે ચક્ષુ પોર્ટલ પર કોઈપણ નંબરથી છેતરપિંડી થવાની સંભાવના વિશે માહિતી આપો છો તો સંપૂર્ણ વેરિફાઇ કર્યા પછી જ તે નંબરને બ્લોક કરવામાં આવશે.

તમે એ જાણીને સુરક્ષિત અનુભવશો કે આ પોર્ટલ પર ફરિયાદ કરનાર કોઈપણની વિગતો કોઈની સાથે શેર કરવામાં આવશે નહીં. સાયબર ક્રાઈમ અને કૌભાંડોને રોકવા માટે સંચાર સાથી પોર્ટલ 9 મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું.

‘ચક્ષુ પોર્ટલ’થી આ રીતે ફાયદો થશે

‘ચક્ષુ પોર્ટલ’નો ઉપયોગ સસ્પેક્ટેડ ફ્રોડ માટેના કમ્યુનિકેશનની જાણ કરવા માટે થઈ શકે છે. આના દ્વારા તમે નંબર, ફિશિંગ અને મેસેજના પ્રયાસો વિશે જાણ કરી શકશો. ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, બેન્કો અને વોલેટ ઓપરેટરો વચ્ચે સાયબર ક્રિમિનલ ડેટા શેર કરવા માટેની ઇન્ટર એજન્સીનો પ્રયાસ છે.

1,000 કરોડની છેતરપિંડી અટકી

સરકારને વિશ્વાસ છે કે આ બંને પ્લેટફોર્મ છેતરપિંડી રોકવામાં મદદરૂપ સાબિત થશે. આના દ્વારા સાયબર ગુનેગારોની ધરપકડ સરળ બનશે. પ્લેટફોર્મ દ્વારા 1,000 કરોડથી વધુની છેતરપિંડી સફળતાપૂર્વક અટકાવવામાં આવી છે

Continues below advertisement
Sponsored Links by Taboola