SPY Apps: આ મહિનાની શરૂઆતમાં સુરક્ષા સંશોધક ESETએ આવી 12 એન્ડ્રોઇડ એપ્સની ઓળખ કરી હતી, જે ખાસ કરીને ભારતીયો અને પાકિસ્તાની યૂઝર્સના ડેટાની જાસૂસી કરતી હતી. રિપોર્ટ અનુસાર, આ તમામ એપ્સ મેસેજિંગ ટૂલ્સની જેમ કામ કરતી હતી, જો કે, આમાંથી એક એપ ન્યૂઝ એપ તરીકે કામ કરતી હતી.


12 એપ્સ દ્વારા યૂઝર્સની જાસૂસી 
આ તમામ એપ્સના બેકગ્રાઉન્ડમાં રિમૉટ એક્સેસ ટ્રૉજન (RAT) કોડનો ઉપયોગ ગુપ્ત રીતે કરવામાં આવતો હતો, જેને વજ્રસ્પી (VajraSpy) કહેવામાં આવે છે. VajraSpy પાસે જાસૂસી સિસ્ટમની એક કેટેગરી હોવાનું કહેવાય છે જેને તેના કોડ સાથે બંડલ કરેલ એપ્લિકેશનને આપવામાં આવેલી પરવાનગીઓના આધારે વિસ્તૃત કરી શકાય છે.


આ સિસ્ટમ્સની મદદથી આ એપ્સ યૂઝર્સના કૉન્ટેક્ટ્સ, ફાઇલ્સ, કોલ લોગ્સ અને એસએમએસ ચોરી કરે છે. આમાંની કેટલીક એપ્સ યૂઝર્સના વૉટ્સએપ અને સિંગલ મેસેજને પણ ટ્રેક કરે છે અને તેની કોપી રાખે છે. આ સિવાય સાયબર ગુનેગારો આ એપ્સની મદદથી ફોન કોલ્સ રેકોર્ડ કરવા, કેમેરાથી તસવીરો લેવા વગેરે જેવા કામો પણ કરે છે.


જાણો અહીં આ એપ્સ કઇ કઇ છે - 


Hello Chat
Chit Chat
Meet Me
Nidus
Rafaqat News
Tik Talk
Wave Chat
Prive Talk
Glow Glow
Lets Chat
Quick Chat
Yoho Talk


ગૂગલે પ્લે સ્ટૉરમાંથી કરી ડિલીટ 
આ 12 એપ્સ પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હતી, પરંતુ હવે ગૂગલે આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. જો આ એપ્સ પહેલાથી જ કોઈપણ યૂઝરના ફોનમાં હાજર છે, તો તેણે આ એપ્સને પોતાના ફોનમાંથી ઓટોમેટિક ડિલીટ કરવી પડશે. રિપોર્ટ્સ અનુસાર, આ એપ્સ દ્વારા સાયબર ગુનેગારો ભારત અને પાકિસ્તાનના એન્ડ્રોઈડ ફોન યૂઝર્સને નિશાન બનાવે છે. સુરક્ષા સંશોધન કંપની માને છે કે સાયબર ગુનેગારો હની-ટ્રેપ, રોમેન્ટિક અથવા જાતીય પ્રવૃત્તિઓનો ઉપયોગ યૂઝર્સને નિશાન બનાવવા માટે કરી શકે છે.