સ્માર્ટફોનની ચોરી બાદ સૌથી મોટી ચિંતા એમાં રહેલા એપ્સની છે. આ એપ્લિકેશન્સમાં નાણાકીય, વ્યક્તિગત અને સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ સામેલ છે. જો કોઈ ચોર કોઈક રીતે આ એપ્સનો ઉપયોગ કરી લે છે તો તમારે ચોક્કસપણે આર્થિક નુકસાન સહન કરવું પડશે. આ ઉપરાંત તમારું પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ પણ જોખમમાં આવી શકે છે.


આ કારણોસર અમે તમારા માટે ચોરાયેલા ફોનમાંથી એપ્સને ડિલીટ કરવાની ટિપ્સ લઇને આવ્યા છીએ. આ જાણ્યા પછી તમે ચોરી થયેલા ફોનમાં પ્રોફેશનલ અને ફાઇનાન્શિયલ એપ્સને રિમોટલી ડિલીટ કરી શકો છો.


આ રીતે તમે એપ્સને સાઇન આઉટ કરી શકો છો


સ્માર્ટફોનની તમામ એપ્સ તમારા જીમેલ એકાઉન્ટથી સાઇન ઇન છે. જો તમે ચોરાયેલા મોબાઈલ ફોનમાંથી તમારું Gmail એકાઉન્ટ સાઈન આઉટ કરો છો, તો તમારી બધી એપ્સ આપમેળે સાઈન આઉટ થઈ જશે. આ માટે તમારે અહીં જણાવેલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.


-સૌથી પહેલા જીમેલ ઓપન કરો.


-આ પછી ટોપ રાઇટ કોર્નર પર દેખાતા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો.


-આ પછી તમારે Manage your Google Account પર ક્લિક કરવાનું રહેશે.


-ત્યારબાદ તમારે Security ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.


-આ પછી જો તમે સ્ક્રીનને નીચે સ્ક્રોલ કરો છો તો તમને Your Devices નો વિકલ્પ દેખાશે. જ્યાં નીચેની તરફ Manage All Devices પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે જોઈ શકશો કે કયા ડિવાઇસમાં તમારુ જીમેઇલ એકાઉન્ટ ઓપન છે. આ પછી તમે રિમોટલી તે ડિવાઇસમાંથી જીમેલમાં લોગ આઉટ કરી શકશો. નોંધનીય છે કે એક વખત જીમેઇલ લોગ આઉટ થયા પછી તમારા ફોનમાં જીમેઇલ સાથે જોડાયેલ તમામ એપ્સ લોગ આઉટ થઈ જાય છે.


તમે આ રીતે તમારો ફોન શોધી શકશો


આ પેજની નીચે Find a lost Device નો ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરવાથી તમારા ડિવાઈસનું લોકેશન અને લોગિન સમય જાણી શકાશે.