Google Map: ગૂગલ મેપ આજના સમયમાં એક સરસ નેવિગેશન ટૂલ (Navigation tool) બની ગયું છે. તેની મદદથી લોકો નવી જગ્યાએ સરળતાથી પોતાનું લોકેશન શોધી શકે છે. પરંતુ આજે અમે તમને એવા જ એક અદ્ભુત ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા.


ગૂગલ મેપ્સ ( Google Maps) કેવી રીતે કામ કરે છે?
યૂઝર્સે ફક્ત તેનું પ્રારંભિક સ્થાન અને ગંતવ્ય સ્થાનને દાખલ કરવાનું રહેશે. આ પછી એપ સમગ્ર રૂટ વિશે માહિતી આપે છે. એટલું જ નહીં, તે ટોલ ખર્ચ બચાવવાનો વિકલ્પ પણ આપે છે. આ માટે તમારે ગૂગલ મેપ્સ ( Google Maps) નું એક ખાસ ફીચર એક્ટિવેટ કરવું પડશે.


ટોલ બચાવતું ફિચર
ગૂગલ મેપ્સ( Google Maps) માં એક ફીચર છે જે તમને એવા રૂટ બતાવે છે જ્યાં ટોલ વસૂલવામાં આવતો નથી. જો કે, ઘણા લોકો આ સુવિધા વિશે જાણતા નથી અને તેનો લાભ લઈ શકતા નથી. આ ફીચર તમારા પૈસા અને સમય બંને બચાવી શકે છે.


ગૂગલ મેપ્સ પર ટોલ અને હાઇવેથી કેવી રીતે બચવું?



  • તમારા સ્માર્ટફોન પર ગૂગલ મેપ્સ એપ ખોલો.

  • તમારી મુસાફરીનું શરૂઆતનું અને ગંતવ્ય સ્થાન દાખલ કરો.

  • સ્ક્રીનની ઉપર જમણી બાજુએ દેખાતા ત્રણ વર્ટિકલ બિંદુઓ પર ક્લિક કરો.

  • અહીં "Options" પર જાઓ.

  • "Avoid tolls" અને "Avoid motorways" વિકલ્પો ચાલુ કરો. હવે એપ તમને એવા રૂટ બતાવશે જ્યાં કોઈ ટોલ નહીં લાગે અને ભીડથી બચીને તમારી

  • મુસાફરી સરળ બની જશે.


આ રીતે તમે ગૂગલ મેપની મદદથી ટોલ ટેક્સ પણ બચાવી શકો છો. જો કે, કેટલીકવાર કેટલીક ટેકનિકલ ભૂલ અથવા અન્ય કારણોસર, ગૂગલ મેપ તમને ખોટી જગ્યાએ લઈ જાય છે, જેમાંથી ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. એટલા માટે કોઈ પણ ટેક્નોલોજીનો ઉપયોગ વિવેકપૂર્વક કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય મોટાભાગના લોકો લોકેશન ટ્રેક કરવા માટે જ ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. પરંતુ આ સાથે તમે તમારી નજીકની દુકાનો વિશે પણ જાણી શકો છો.


આ પણ વાંચો....


Tech: ઘરમાં આ 5 બાબતોને ધ્યાનમાં રાખીને યૂઝ કરો Room Heater, નહીં આવે વધારે લાઇટ બિલ