Download BGMI : જે લોકો BGMI ગેમના શોખીન છે, અને છેલ્લા કેટલાય સમયથી આની આતુરતાથી રાહ જોઈ છે, તે લોકો માટે એક ખુશખબરી છે. ખરેખર, Battlegrounds Mobile India ગેમ હવે ફરી એકવાર ભારતમાં ડાઉનલૉડ માટે ઉપલબ્ધ થઇ છે, એટલું જ નહીં, હવે ગેમર્સ પણ આ ગેમ રમી શકશે. ગેમિંગ અનુભવને બેસ્ટ બનાવવા માટે BGMIના ડેવલપર ક્રાફ્ટને પણ 2.5 અપડેટ રિલીઝ કર્યુ છે. BGMIનું નવું વર્ઝન ગયા વર્ઝનથી થોડું અલગ છે. અગાઉની એડિશનને ભારતમાં લગભગ એક વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી.
નવા વર્ઝનમાં મળશે ટાઇમ લિમીટ -
BGMIના નવા વર્ઝનમાં ટાઇમ લિમીટ આપવામાં આવી છે. આમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લિમીટેડ સમય નક્કી કરવામાં આવ્યો છે. આ બાળકો તે લિમીટેડ સમય પછી ગેમ રમી શકશે નહીં. ક્રાફ્ટન્સનું કહેવું છે કે, જવાબદાર ગેમિંગ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા 18 વર્ષથી ઓછી ઉંમરના યૂઝર્સ માટે ગેમ રમવાનો સમય ત્રણ કલાકનો રહેશે, વળી, બાકીના ખેલાડીઓ માટે ગેમિંગનો સમય પ્રતિ દિવસ છ કલાકનો રહેશે. આ ઉપરાંત સગીરો માટે પેરેંટલ વેરિફિકેશન રમતનો એક ભાગ બની રહેશે.
BGMIને ડાઉનલૉડ કઇ રીતે કરશો ?
જો તમે આ BGMI ગેમને ડાઉનલૉડ કરવા માંગતા હોય તો, તમે Google Play Store પરથી ઇઝીલી રીતે BGMI ડાઉનલૉડ કરી શકો છો. હાલમાં આ ગેમ એપલ એપ સ્ટૉર પર અવેલેબલ નથી, પરંતુ રિપોર્ટ અનુસાર, iPhone યૂઝર્સને આજે એટલે કે 29 મેથી એક્સેસ મળશે અને ત્યારપછી આ ગેમ એપલ એપ સ્ટૉર પર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત તમામ યૂઝર્સ ડાઉનલૉડ કર્યા પછી ગેમ રમી શકશે નહીં. ગેમ રમવા માટે તમારે 48 કલાક રાહ જોવી પડી શકે છે.
રિપોર્ટ અનુસાર, BGMIમાં નવા મેપ એડ કરવામાં આવ્યા છે, જે ગેમિંગ અનુભવને બેસ્ટ બનાવવા માટે કામ કરશે. તેને ઝીપલાઈન જેવા નવા ટૂલ્સને પણ રિલીઝ કર્યા છે, જેનો ઉપયોગ ખેલાડીઓ સમગ્ર ટાપુ પર ઝડપથી મુસાફરી કરવા માટે કરી શકે છે. તમે "ન્યૂ સિટી"ની હૉટેલ્સમાં પણ લિફ્ટ શોધી શકો છો. આ ઉપરાંત ગેમમાં નવા હથિયારો અને નવા વાહનો પણ એડ કરવામાં આવશે.