Twitter: એલન મસ્કના ટ્વીટર ચીફ બન્યા બાદથી જ ટ્વીટરમાં મોટો ફેરફાર થવાનો શરૂ થઇ ગયો છે. એક બાજુ ટ્વીટરમાંથી કેટલાય મોટો કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા છે, તો વળી બીજીબાજુ બ્લૂ ટિક વાળાઓ પાસેથી દર મહિને ચાર્જ લેવાની ખબર સામે આવી છે. એલન મસ્ક તરફથી ટ્વીટરના ટ્વીટર કર્મચારીઓને અલ્ટીમેટમ આપતા પેડ વેરિફિકેશન (Twitter Paid Verification) ની ડેડલાઇનને પુરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એલન મસ્કે કહ્યું કે જો અધિકારી પોતાની ડેડલાઇને પુરી નથી કરતાં, તો તેમને નોકરીમાથી કાઢી મુકવામાં આવશે.
દર મહિને વસૂલવામાં આવશે 1,647 રૂપિયા
ટ્વીટરના કેટલાક કર્મચારીઓ અનુસાર, કંપની હાલના સમયમાં નવા બ્લૂ સબ્સક્રિપ્શન (Blue Subscription) નો ચાર્જ 20 ડૉલર પ્રતિ માસ લઇ રહી છે. હાલના સમયમમાં ટ્વીટર તરફથી વેરિફિકેશનના 90 દિવસની અંદર યૂઝર્સને સબ્સક્રિપ્શન મૉડલ પર આવવાનુ હોય છે, નહીં તો તેમનુ બ્લૂ ટિક રિમૂવ થઇ જાય છે. સમાચાર છે કે, બ્લૂ સબ્સક્રિપ્શન પર આવવા માટે કર્મચારીઓને 7 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. અહીં એ સ્પષ્ટ કરી દઇએ કે બ્લૂ ટિક (Twitter Blue Tick) માટે 20 ડૉલર ચાર્જનો નિયમ ભારત જેવા દેશોમાં લાગુ કરવામાં આવશે કે નહીં તેના વિશે હાલમાં કોઇ જાણકારી સામે નથી આવી. એક રિપોર્ટ અનુસાર, ટ્વીટર તરફથી વેરિફિકેશન માટે ચાર્જ વસૂલવાનુ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે ટ્વીટર પ્રવક્તા તરફથી આ સમાચારો પર કોઇ રિએક્શન નથી આપવામાં આવ્યુ.
ટ્વીટરને થશે આટલી કમાણી -
ખબર સામે આવી રહી છે કે, જે લોકોની પાસે બ્લૂ ટિક છે, તેમની પાસેથી બ્લ સબ્સક્રિપ્શન (Blue Subscription) લેવા માટે કહેવામાં આવી રહ્યું છે, જેના માટે યૂઝર્સને દર મહિને પ્રતિમાહ યૂઝર્સને 19.99 ડૉલર (લગભગ 1646 રૂપિયા)નો ચાર્જ આપવો પડશે. ધ વર્જના રિપોર્ટ અનુસાર, આ પ્રૉજેક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓને 30 ઓક્ટોબરે આદેશ મળ્યો છે કે તેમને 7 નવેમ્બરની સમયસીમા સુધી આ ફિચરને લૉન્ચ કરવાનુ છે. આમ ના કરવાથી તેમને કંપનીમાંથી કાઢી મુકવામાં આવશે. અત્યારે ટ્વીટર પર લગભગ 4 લાખ વેરિફાઇડ યૂઝર્સ છે, જે હિસાબથી જો આ લોકો બ્લૂ ટિક માટે ચૂકવણી કરે છે, તો દર મહિને 65,84,00,000 રૂપિયાની કમાણી થશે.