T20 WC 2022: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહી છે, તમામ ટીમો સેમિ ફાઇનલમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. સુપર 12માં તમામ 12 ટીમો પોતાની બેથી ત્રણ મેચો રમી ચૂકી છે, અને હવે સંઘર્ષ સેમિ ફાઇનલમાં પહોંચવા માટેનો થઇ રહ્યો છે, ભારતીય ટીમ હાલ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ એક હાર તમામ સમીકરણો બદલી શકે છે. આવતીકાલે ભારત માટે મહત્વની મેચ છે. આવતીકાલે એડિલેડ ઓવલ મેદાન પર ભારત અને બાંગ્લાદેશની ટીમો આમને સામને ટકરશે. ભારત માટે બાકી બચેલી બન્ને મેચો જીતવી જરૂરી છે. પરંતુ આ મેચમાં વરસાદ પણ પડી શકે છે. જાણો બાંગ્લાદેશ સામે ભારતીય ટીમમાં શું થઇ શકે છે ફેરફાર, કેવી હશે પ્લેઇંગ ઇલેવન........ 


ભારતીય ટીમમાં થઇ શકે છે બે ફેરફાર -
મીડિયા રિપોર્ટ અનુસાર, કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફારો કરી શકે છે. ટીમમાં દિનેશ કાર્તિકની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતને સ્થાન આપવામાં આવી શકે છે. વળી, બીજી ફેરફારમાં ફરી એકવાર અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. દીપક હુડ્ડાની જગ્યાએ ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.


ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.


બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
નજમુલ હુસૈન શાંતો, સૌમ્ય સરકાર, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફિફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, નુરુલ હસન (વિકેટકિપર), મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ, તસ્કીન અહેમદ.


શું કહે છે હવામાન રિપોર્ટ -
વેધર રિપોર્ટ પ્રમાણે છેલ્લા બે દિવસથી એડિલેડમાં સતત વરસાદ પડી રહ્યો છે, અને જો વરસાદ કાલે પણ ચાલુ જ રહેશે, તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. જો આવુ થશે તો ટીમ ઇન્ડિયાનુ સેમિ ફાઇનલનુ સમીકરણ બગડી શકે છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદ વિલન બની શકે છે. એડિલેડનુ વાતાવરણ વરસાદી છે. ત્યા તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, તે સમયે થોડો વરસાદ પણ પડશે. જોકે, હવે મેચ દરમિયાન વરસાદ કેટલી રમત બગાડી શકે છે તો તે કાલે જ ખબર પડશે. 


પૉઇન્ટ ટેબલ પર શું છે ભારતની સ્થિતિ 
પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ, તો ભારતની સ્થિતિ ખુબ મજબૂત છે, પરંતુ એક હાર ટીમને જોખમમાં મુકી શકે છે. અત્યારે ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં 4 પૉઇન્ટ સાથે નંબર બે પર છે. સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારતે પોતાના છેલ્લા બન્ને મુકાબલામાં જીત નોંધાવવી પડશે. પરંતુ જો વરસાદ પડશે, તો પૉઇન્ટની વહેંચણી થઇ જશે અને ભારત માટે ચિંતા રહેશે. 


T20 વર્લ્ડ કપ સુપર 12 સ્ટેજમાં ગ્રુપ 2ની બાકીની મેચો


2 નવેમ્બર: ઝિમ્બાબ્વે v/s નેધરલેન્ડ, એડિલેડ ઓવલ


2 નવેમ્બર: ભારત v/s બાંગ્લાદેશ, એડિલેડ ઓવલ


3 નવેમ્બર: પાકિસ્તાન v/s દક્ષિણ આફ્રિકા, SCG, સિડની


6 નવેમ્બર: દક્ષિણ આફ્રિકા v/s નેધરલેન્ડ, એડિલેડ ઓવલ


6 નવેમ્બર: પાકિસ્તાન v/s બાંગ્લાદેશ, એડિલેડ ઓવલ


6 નવેમ્બર: ભારત v/s ઝિમ્બાબ્વે, MCG, સિડની