નવી દિલ્હીઃ દેશમાં અત્યારે કોરોના વાયરસ મહામારીની બીજી લહેર જોરદાર તબાહી મચાવી રહી છે. દેશ અને દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ પણ કહી રહ્યાં છે, જો કોરોના સામે જંગ જીતવો હોય તો વેક્સિનેશન એકમાત્ર ઉપાય છે. કોરોના મહામારીની પ્રકોપની વચ્ચે દેશમાં વેક્સિનેશનને પુરજોશમાં શરૂ કરી દેવામા આવ્યુ છે. દરેક રાજ્યોમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. વળી 1લી મેથી 18 વર્ષથી લઇને 45 વર્ષની ઉંમર સુધીના લોકોની વેક્સિનેશન પ્રૉસેસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જો તમે મોબાઇલ યૂઝર છો તો આસાનીથી ક્યાંય પણ ગયા વિના મોબાઇલ પર જ વેક્સિનેશન સ્લૉટને બુક કરી શકો છો. અહીં અમે તેમને આરોગ્ય સેતુ એપ દ્વારા કઇ રીતે વેક્સિનેશન સ્લૉટ બુક કરી શકાય તે અંગે સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ.
Aarogya Setu App પર આ રીતે બુક કરો વેક્સિનેશન સ્લૉટ....
Aarogya Setu App પર વેક્સિનેશન સ્લૉટ બુક કરવા માટે Aarogya Setu એપ પર જાઓ.
અહીં હૉમ સ્ક્રીન પર આપવામા આવેલી CoWIN ટેબ પર ક્લિક કરો.
આટલુ કર્યા બાદ Vaccination Registration પર ક્લિક કરો.
હવે અહીં પોતાનો મોબાઇલ નંબર નાંખીને Get OTP પર ક્લિક કરો.
OTP આવ્યા બાદ તેને એન્ટર કરીને વેરિફાઇ પર ક્લિક કરો.
હવે અહીં Register for Vaccinationનુ પેજ તમારી સામે ખુલી જશે.
અહીં તમને પોતાની તમામ જાણકારી આપવી પડશે. જેમાં આઇડી પ્રૂફ, નામ, લિંગ અને બર્થ ડેટ જેવી ઇન્ફોર્મેશન હશે.
પોતાની તમામ ડિટેલ્સ નાંખ્યા બાદ Register પર ક્લિક કરો.
આને રજિસ્ટર કરવા પર Appointment schedule કરવાનો ઓપ્શન મળશે.
હવે નામની પાસે Scheduleનો ઓપ્શન પર ક્લિક કરો.
હવે સર્ચ બારમાં પીનકૉડ એન્ટર કરો, જ્યાં જ્યાં સેન્ટરો હશે ત્યાં ત્યાં પીન દેખાશે.
હવે તમે તમારા હિસાબે ડેટ અને ટાઇમ સેટ કરી Confirm પર ક્લિક કરો.
આ પ્લેટફોર્મ પણ કરવામાં આવ્યા છે તૈયાર.....
આ ઉપરાંત કેટલાય લોકો પોતાના હિસાબથી વેક્સિનેશન સ્લૉટ બુક કરવાનો રસ્તો શોધ્યો છે. જેમે કે ચેન્નાઇના એક 45 વર્ષીય શખ્સે વેક્સિનેશન સ્લૉટ બુક કરવા માટે ઇન્ટરનેટ પ્લેટફોર્મ તૈયાર કર્યુ છે, જેમાં ટેલીગ્રામ દ્વારા ડિસ્ટ્રીક્ટ વાઇસ સ્લૉટ બુક કરી શકાય છે. આ ઉપરાંત Getjab.inના નામથી પણ એક અન્ય પ્લેટફોર્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. સાથે જ Paytmની મોબાઇલ એપ પર પણ વેક્સિનેશન સ્લૉટ ફાઇન્ડરને ઇન્ટીગ્રેટર કરવામાં આવી છે.