WhatsApp, વૉટ્સએપ પોતાના યૂઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ આપવા માટે ફિચર્સમાં સતત ફેરફારો કરતુ રહે છે, આ કડીમાં હવે વૉટ્સએપે વૉઇસ અને વીડિયો કૉલિંગ માટે કૉલ લિંક ફિચર અપડેટ આપ્યુ છે. વૉટ્સએપમાં હવે ગૃપ કૉલિંગ દરમિયાન 32 મેમ્બરને સામેલ કરવામાં આવી શકે છે. આની સાથે જ વૉટ્સએપ ગૃપ કૉલ કે મીટિંગ માટ આ લિન્કને શેર પણ કરી શકાય છે. 


નવા અપડેટ બાદથી વૉટ્સએપ યૂઝર્સને કૉલ વાળા ઓપ્શનમાં 'Create Call Links' નામનો ઓપ્શન દેખાઇ રહ્યો છે. અહીં યૂઝર્સને પુછવામાં આવે છે કે તમે વીડિયો કૉલ કરવા માંગો છો, કે વૉઇસ કૉલ... આનો અર્થ છે કે ક્રિએટ લિન્ક ફિચરથી તમે વૉઇસની સાથે વીડિયો કૉલ પણ કરી શકો છો. કૉલ ટાઇપ સિલેક્ટ કરતાં જ લિન્કનો URL ક્રિએટ થઇ જશે.


હવે તમારે આ યૂઆરએલને શેર કરવાનો ઓપ્શન દેખાશે. આમાં સેન્ડ લિન્ક વાયા વૉટ્સએપ, કૉપી લિન્ક અને શેર લિન્કનો ઓપ્શન સામેલ હશે. હવે તમે આ લિન્કને ત્રણેય ઓપ્શનમાંથી કોઇ એક ઓપ્શન પસંદ કરીલને દોસ્તો, પરિવાર કે મીટિંગ પર્સનની સાથે શેર કરી શકો છો. લોકો આ લિન્ક પર ક્લિક કરીને તમારા કૉલને આસાનીથી જૉઇન કરી શકશે.


WhatsApp યૂઝર્સને મળશે આ નવી સુવિધા, ચેટ અને ડેટા રહેશે એકદમ સુરક્ષિત, જાણો નવા અપડેટ વિશે.......


WhatsApp, દુનિયાભરના વૉટ્સએપ યૂઝરને બહુ જલદી એક નવી સુવિધા મળવા જઇ રહી છે, કંપની પોતાના યૂઝર્સને વધુને વધુ યૂઝર ફ્રેન્ડલી બનાવવા માટે નવા નવા ફિચર્સ રિલીઝ કરી રહી છે, હવે રિપોર્ટ છે કે કંપની સ્ક્રીન લૉક સુવિધા પણ આપશે, આ માટે હાલમાં ટેસ્ટિંગ શરૂ થઇ ગયુ છે, અને બહુ જલદી આને રૉલઆઉટ કરી દેવામાં આવશે, જાણો શું છે આ સુવિધા ને કઇ રીતે થશે મદદરૂપ... 


WABetainfoના એક રિપોર્ટ પ્રમાણે કંપની હવે એક ખાસ ફિચર એટલે કે સ્ક્રીન લૉક પર કામ કરી રહી છે, આ હાલમાં બીટા ટેસ્ટર્સમા છે, અને આગામી દિવસોમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. રિપોર્ટસ પ્રમાણે, હવે કંપની વૉટ્સએપ ડેસ્કટોપ યૂઝર્સ પણ સુરક્ષિત વૉટ્સએપનો ચેટનો અનુભવ મેળવી શકશે, આવનારા સમયમાં કૉમ્પ્યુટર અને લેપટોપ પર વૉટ્સએપ વેબ સર્વિસ યૂઝ કરનારા યૂઝર્સને સ્ક્રીન લૉક ફિચર્સ મળી શકે છે. ડેસ્કટોપ પર વોટ્સએપ ચલાવવા માટે યૂઝર – પાસવર્ડ સેટ કરી શકાશે. આ ફિચર આવ્યા પછી વૉટ્સએપ ચલાવવું વધુ સુરક્ષિત થશે. જોકે આ મુદ્દે કંપનીએ કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.


આ નવા સ્ક્રીન લૉક ફિચરની વાત કરીએ તો આને રૉલઆઉટ કર્યા બાદ યૂઝર્સે ડેસ્કટૉપ પર વૉટ્સએપ ચલાવવા માટે દર વખતે પાસવર્ડ નાંખવો પડશે, જે મોટા ભાગ ફેસબુક જેવુ બની જશે. આનાથી યૂઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટી બન્ને વધુ મજબૂત બની જશે. 


આ ફિચર ઓપ્શનલ રહેશે -
વૉટ્સએપ વર્કને ટ્રેક કરનારી વેબસાઇટ પ્રમાણે, આ સ્ક્રીન લૉક ફિચર એક ઓપ્શનલ ફિચર રહશે, આને ડેવલપિંગ ફેઝમાં, આ પછી આ ફિચરને બીટા ટેસ્ટિંગ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે. આમાં યૂઝર્સ નક્કી કરી શકશે કે તેમણે ક્યારે પાસવર્ડ નાખવો છે અને ક્યારે નહીં. આના દ્વારા વોટ્સએપ ચેટ વધુ સુરક્ષિત થશે.