X Update: જ્યારથી એલન મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) ના માલિક બન્યા ત્યારથી તેમનું સંપૂર્ણ ધ્યાન એક્સ પરથી પૈસા કમાવવા પર કેન્દ્રિત છે. સૌપ્રથમ એલન મસ્કે Xની પેઇડ સેવાઓ શરૂ કરી અને બ્લુ ટિક પેઇડ બનાવ્યું હતું. બ્લુ ટિક પહેલા મફતમાં ઉપલબ્ધ હતું અને તેના માટે કેટલીક શરતો પણ હતી. માલિક બન્યા પછી એલન મસ્કએ શરતો બદલી અને બ્લૂ ટિક પેઇડ કરી દીધું હતુ.






હવે મસ્કે નવા યુઝર્સ માટે મોટો પ્લાન બનાવ્યો છે. એલન મસ્કએ કહ્યું છે કે X પર આવનારા નવા યુઝર્સે પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે અને તે નજીવી રકમ હશે, જોકે તેમણે કહ્યું નથી કે તેની ફી શું હશે.






મસ્કનું માનવું છે કે ફી લાદ્યા બાદ બોટ્સ અને ફેક એકાઉન્ટની પોસ્ટમાં ઘટાડો થશે કારણ કે હાલમાં કોઈપણ નવું એકાઉન્ટ બનાવીને કોઈની તરફેણમાં પોસ્ટ કરી રહ્યું છે. મસ્કે કહ્યું છે કે બોટને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે.


X ની નવી પોલિસી અનુસાર, તમારે X પર પોસ્ટ કરવા, કોઈની પોસ્ટને લાઈક કરવા, કોઈ પોસ્ટને બુકમાર્ક કરવા અને પોસ્ટ પર રિપ્લાય આપવા માટે ચૂકવણી કરવી પડશે. તમે માત્ર એક જ એકાઉન્ટને ફ્રીમાં ફોલો કરી શકશો. પ્લેટફોર્મ પર સ્પામ રોકવા માટે આ નીતિનું લાંબા સમયથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 


એક્સ કોર્પોરેશન, કંપની જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનું સંચાલન કરે છે, જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું, તેણે તેના માસિક અહેવાલમાં આ કાર્યવાહી વિશે માહિતી આપી છે. કંપનીએ કહ્યું કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયમોના વિવિધ ઉલ્લંઘન માટે માર્ચ મહિનામાં 2 લાખ 12 હજાર 627 એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.


આ કારણોસર પગલાં લેવામાં આવ્યા


જે એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં ઘણા બાળકો વિરુદ્ધ જાતીય ગુનાઓને પ્રોત્સાહન આપતા હતા અને સંમતિ વિના નગ્નતા ફેલાવતા હતા. આ સિવાય ભારતીય સાયબર સ્પેસમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે ઘણા ખાતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. X એ કહ્યું કે તેણે 2021 ના ​​નવા IT નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સંબંધિત ખાતા પર કાર્યવાહી કરી છે.