Elon Musk Tweet: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર (Social Media Platform Twitter)ને ખરીદ્યા બાદ એલન મસ્ક દરરોજ કંઇક ને કંઇક નવુ કરી રહ્યાં છે. હવે પોતાના નવા ફરમાનમાં તેમને પૈરોડી એકાઉન્ટ ચલાવનારાઓ માટે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે, એલમ મસ્કે એક ટ્વીટ શેર કર્યુ, જેમાં તેમને બતાવ્યુ કે, પૈરોડી એકાઉન્ટ (Elon Musk On Parody Accounts) ચલાવનારા યૂઝર્સને એકાઉન્ટ ચાલુ રાખવા માટે શું કરવુ પડશે. 


એલન મસ્કના ટ્વીટ અનુસાર, હવે પૈરોડી એકાઉન્ટ ચલાવનારાઓ યૂઝર્સને માત્ર બાયૉમાં જ 'પૈરોડી' નથી લખવવાનુ, પરંતુ તેમને પોતાના નામમાં પણ 'પૈરોડી' લખવુ પડશે. તેમને ટ્વીટમાં કહ્યું કે પૈરોડી ચલાવનારા યૂઝર્સ લોકોને ભમકાવે નહીં. તેમના આ ટ્વીટ પર એક વેરિફાઇડ યૂઝરે રિપ્લાય કર્યુ અને પુછ્યુ- તમે ખરેખરમાં શું હાંસલ કરવાની કોશિશ કરી રહ્યાં છે ?




એલન મસ્કની ચેતવણી, વોર્નિંગ વિના સસ્પેન્ડ થશે Twitter પૈરોડી એકાઉન્ટ્સ, નામ બદલ્યું તો હટી જશે બ્લૂ ટિક! - 


Twitter account suspended: ટ્વિટરના નવા માલિક એલન મસ્કે ફરી એકવાર ટ્વિટર વિશે નવા અપડેટની જાણકારી આપી છે. હવે મસ્કે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવા અંગે ટ્વિટ કરીને મોટી જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે દરેક એકાઉન્ટ જે પોતાની ઓળખ બદલશે તેને સસ્પેન્ડ કરવામાં આવશે. હવે આ અંગે વધુ ચેતવણી આપવામાં આવશે નહીં. સીધું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે.


મસ્કે કહ્યું કે જો પૈરોડી એકાઉન્ટ હોય તો સ્પષ્ટપણે લખવું જોઈએ કે તે પૈરોડી એકાઉન્ટ છે. જો આ લખવામાં નહીં આવે તો એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે, જે કોઈ બીજાના નામ અથવા ફોટોનો ઉપયોગ કરતું હશે.


એલને અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે નામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમારા વેરિફાઈડ એકાઉન્ટને નુકસાન પહોંચાડી શકે છે.


મસ્ક મોટા ફેરફાર કરી રહ્યા છે


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક એલન મસ્ક સતત કેટલાક ફેરફારો કરી રહ્યા છે. આ પહેલા 1 નવેમ્બરના રોજ એલને ટ્વિટર બ્લૂ ટિકધારકોને મોટો ઝટકો આપ્યો હતો. તેમણે કહ્યું કે હવે તેમણે બ્લૂ માટે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે. આ સાથે તેમણે ઘણા કર્મચારીઓને નોકરીમાંથી પણ કાઢી મૂક્યા છે.


જો કે, ટ્વિટર કર્મચારીઓને કાઢી મૂકવા પર તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની પાસે કોઈ રસ્તો બચ્યો નથી. કારણ કે કંપનીને એક દિવસમાં 4 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. મસ્કે એમ પણ કહ્યું હતું કે તમામ બરતરફ કરાયેલા કર્મચારીઓને ત્રણ મહિનાના પૈસા મળશે, જે કાયદાકીય મર્યાદા કરતાં 50 ટકા વધુ છે.


આ સિવાય જો કોઈ ટ્વિટર યુઝરનેમ બદલશે તો તેની બ્લૂ ટિક અસ્થાયી રૂપે હટાવી દેવામાં આવશે. તાજેતરમાં એવું પણ જોવા મળ્યું છે કે ઘણા એવા એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે કોઈ બીજાના પૈરોડી એકાઉન્ટ તરીકે કામ કરી રહ્યા છે.